Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

જામકંડોરણામાં ખેડૂતોના પ્રશ્નો અંગે મામલતદારને આવેદન

 જામકંડોરણા તા.૩: તાલુકા ભારતીય કિશાન સંઘના પ્રમુખ વિનોદભાઇ દેસાઇની આગેવાની નીચે ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે કૃષિમંત્રીશ્રીને ઉદેશીને જામકંડોરણા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલ જેમાં જણાવેલ છે કે અપુરતા વરસાદને કારણે મગફળીનો પાક વહેલો તૈયાર થતા ખેડૂતો દ્વારા વેચાવની શરૂઆત થઇ ગયેલ છે. નાના અને સીમાંત ખેડૂતો નાણાકીય જરૂરીયાતને લઇને તેમની ઉત્પાદન થયેલ મગફળી તુરંત બજારમાં માર્કેટીંગ યાર્ડમાં વેચાણ અર્થે આવશે. ખેડૂતોને બચાવવા માટે મગફળીની તુરંત ખરીદી ચાલુ કરવી જોઇએ તેમજ ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં ઝડપ વધારવી જોઇએ. ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું હોવાને કારણે મગફળીની ગુણવતા નબળી હોવાથી તેના જે ઉતારાનું ધોરણ ૬૫ અને ૭૦નો છે તે ઘટાડીને ૬૦ કરવા, ટેકાના ભાવથી નીચેની ખરીદી માર્કેટ યાર્ડ ન કરે તેવો આદેશ કરવા, તલાટી મંત્રીને સમયસર પાણી પત્રક ભરવું, કયાય પાણી પત્રક ભરેલ ન હોવાથી ખેડૂતો હેરાન થાય છે, જામકંડોરણા તાલુકાને અર્ધ અગતગ્રસ્ત જાહેર કરી તાત્કાલિક સહાય જાહેર કરવી, ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવો સહિતની વિવિધ માંગણીઓનું આવેદન પત્ર સ્વીકારતા મામલતદાર નજરે પડે છે.(૧.૨)

 

(9:57 am IST)