Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

હવે અમીરગઢ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ :દાંતાના ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નેતૃત્વમાં આવેદનપત્ર અપાયું

અમીરગઢ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે  મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવીની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. કોંગ્રેસી આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો આવેદનપત્ર  આપવામાં જોડાયા હતા. અમીરગઢ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરીને તાત્કાલિક સહાય આપવાની માંગ કરવામાં આવી હતી.

(10:26 pm IST)