Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

વિસાવદરમાં તમામ ગરબી મંડળની બાળાઓને ૬ સદગૃહસ્‍થોએ સમુહ ભોજન કરાવ્‍યું

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદરઃ  શહેરની તમામ ગરબી મંડળની બાળાઓને સેવાભાવી-ધાર્મિક સદ્‌ ગૃહસ્‍થો સર્વ શ્રી રૂપેશભાઇ ગોંધીયા, મિલનભાઈ હિરપરા,જગદીશભાઇ હિરપરા, ગોવિંદભાઈ વાઘેલા,વાસુદેવભાઇ કનૈયાબાપુ, અમૃતભાઇ ઈંટુવાળાએ પરંપરાગત દરવર્ષની જેમ આ વર્ષે પણ પટેલ સમાજ વાડી ખાતે સમુહ ભોજન કરાવી નિજાનંદનો અનેરો અહેસાસ કર્યો હતો.ગરબી મંડળની બાળાઓ-આયોજકો સહિત ૧૨૦૦ માણસના જમણવારનુ ભવ્‍ય આયોજન કરવામા આવ્‍યુ હતુ.

(2:13 pm IST)