Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

જૂનાગઢ રાજગોર જ્ઞાતિનું ગૌરવ ભાર્ગવ પંડયા

 (વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૩ : ભાર્ગવ વિરેન્‍દ્ર પંડયા કે જેઓ નિરમા લૉ યુનિવર્સિટી 5 Yr intigreted law Bcom  LL.B (Hon's) & SP University,LL.M થયા બાદ ૨૦૧૪થી નામદાર હાઈકોર્ટ ઑફ ગુજરાતમાં Asst.Government Pleader, સરકારી વકીલ કામ કરે છે જે ૨૪ વર્ષની નાની  વયે ગુજરાત હાઈ કોર્ટેમાં AGP તરીકે નિમણૂક પામનાર રાજગોર જ્ઞાતીમાં સર્વ પ્રથમ હતા , ગુજરાત હાઇકોર્ટ સાથે તેઓ ભારતની સુપ્રીમકોર્ટ માં પણ સરકારી નિગમો વતી  પ્રેક્‍ટિસ કરી રહ્યા છે, તેમની ઉચ્‍ચ કામગીરી લક્ષમાં લઈ,  ભાર્ગવ પંડયાની ગુજરાત સરકારે કાયદા વિભાગના નોટીફિકેશન થી હાઈ કોર્ટ ઑફ ગુજરાતના AGP ઉપરાંત   Additional Public Prosecutor તરીકે નિમણૂક થયેલ છે.આ રીતે ગુજરાત  હાઇકોર્ટ ખાતે  નિમણૂક પામનાર તેઓ રાજગોર જ્ઞાતીમાં  પ્રથમ છે. આ સિદ્ધિ મેળવવા બદલ તેમને અભિનંદન અને ભવિષ્‍ય માં ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ખાતે તેમજ ન્‍યાય નાં ક્ષેત્રે ઉતરોતર  પ્રગતિ કરે તેવા આશિર્વાદ અને શુભેચ્‍છા જ્ઞાતિજનો દ્વારા અપાયા હતા.

(2:12 pm IST)