Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

જામનગરમાં બે પરપ્રાંતિય તસ્‍કરો પકડાયાઃ ત્રણ ચોરીનો ભેદ ખૂલ્‍યો

જામનગર તા. ૩ :.. ગઇ તા. ૧૩-૯-ર૦રર ના પીયુશભાઇ ગોવિંદભાઇ મધુડીયા રહે. મયુર એવન્‍યુ જામનગર મો. સા. ફોર વ્‍હીલ વાહનની ચાવીઓ મળી કુલ ર,૪૪,૩૦૦ ના મુદામાલની ચોરી કરી લઇ જતા સી. ડીવી. પો. સ્‍ટે. ગુ. ના ૧૧ર૦ર૦૦રરર૧૪૦૭-ર૦રર ઇપીકો કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦ મુજબ ગુના નોંધાયેલ છે.

તેમજ ગઇ તા. ર૩-૯-ર૦રર ના રાજેન્‍દ્રભાઇ મહેશભાઇ આસીયાણી,  રહે. પ્રણામી ટાઉન શીપ જામનગર વાળાએ પોતાના બંધ મકાનના તાળા તોડી કોઇ અજાણ્‍યા ચોર ઇસમો સોનાના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ રૂા. ૧,રર,પ૦ ની ચોરી કરી લઇ જતા એ. ડીવી. પો. સ્‍ટે. ગુ. નં. ૧૧ર૦ર૦૦૮રર૧૪પ૮-ર૦રર ઇપીકો કલમ ૪પ૭૩૮૦ મુજબ નોંધાયેલ છે.

તેમજ તા. ૧૧-૯-ર૦રર ના મહેશભાઇ ગોરધનભાઇ સાવલીયા રહે. જામનગર વાળાએ પોતાના રહેણાંક મકાન બહાર પાર્ક કરેલ હોન્‍ડા સીબી સાઇન મો. સા. જી. જે. ૧૦ સીડી ર૬૪પ ની ચોરી કરી લઇ જવા અંગે અજાણ્‍યા માણસ વિરૂધ્‍ધ સીટી એ. પો. સ્‍ટે. માં જામનગર સીટી એ. ડીવી. પો. સ્‍ટે. ગુ. ર. નં. ૧૧ર૦ર૦૦૮રર૧૪૦પ-ર૦રર ઇપીકો કલમ ૩૭૯ મુજબ ગુન નોંધાયેલ છે.

દરમ્‍યાન આર. બી. ગોજીયાની સુચનાથી સ્‍ટાફના વનરાજભાઇ મકવાણા, અશોકભાઇ સોલંકી, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા તથા રાકેશભાઇ ચૌહાણને મળેલ બાતમી હકિકત આધારે કાલાવડ નાકા બહાર, મહાપ્રભુજીની બેઠક પાસે, સાલુપીરની દરગાહ પાસેથી નીચે જણાવેલ આરોપીઓના કબ્‍જામાંથી ચોરી કરી મેળવેલ મો. સા. રોકડ રૂપિયા, મોબાઇલ ફોનો, લેપટોપ મળી કુલ રૂા. ૬૦,૦૦૦ નો મુદામાલ મળી આવતા પો. હેડ કો. ધાનાભાઇ મોરીએ કબ્‍જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

(૧) સુનીલભાઇ રોડુભાઇ અજનારી રહે. ભુસેવડી ગામ થાના બોરી જી. જોબટ (ર) બીજુભાઇ જગદીશભાઇ મેહડા રહે. જાંબલાગામ થાના બાગ તા. કુકશી જી. ધાર એમ. પી.ને પકડી પાડેલ છે અને પકડવાના બાકી આરોપીઓ (૧) મહેશ ઉર્ફે નાનકો જરીયાભાઇ વાસકલીયા રહે. કદવાલ, થાના બોરી તા. ટાંડા જી. અલીરાજપુર  (ર) રાજૂભાઇ ઉર્ફે ડુડીયો રહે. ધુટીયાદેવ તા. બા (૩) પ્રભુભાઇ રહે. જીરપટેગામ તા. બાગ (૪) રાહુલભાઇ વાસકલીયા રહે. કદવાલ, થાના બોરી તા. ટાંડા જી. અલીરાજપુર (પ) ગોલુભાઇ રહે. કાકડકુવા છે.

એકાદ મહિના પહેલા જામનગર શહેરમાં રણજીતસાગર રોડ ઉપર પ્રણામી ટાઉનશીપ માં એક બંધ મકાનના તાળા તોડી સોનાના દાગીના તથા રોકડ રૂપિયા તથા મો. ફોનની ચોરી કરેલ છે.

એકાદ મહિના પહેલા જામનગર શહેરમાં રણજીતસાગર રોડ ઉપર એક સોસાયટી માંથી હોન્‍ડા સાઇન મો. સા. ની ચોરી કરેલ છે.

ત્રીસેક દિવસ પહેલા જામનગર શહેરમાં રણજીત સાગર રોડ ઉપર અલ અલ સોસાયટીમાં આવેલ કુલ પાંચ મંદિરમાંથી ચોરીઓ કરેલ છે.

વીસેક દિવસ પહેલા કનસુમરાગામના પાટીયા સામે આવેલ એક સોસાયટીમાં બંધ અલગ અલગ ચાર મકાનમાંથી સોના-ચાંદીના દાગીના રોકડ રૂપિયા તથા વાહનોની ચાવીઓ કરેલ છે.

આ કાર્યવાહી ઇન્‍ચાર્જ પો. ઇ. કે. જે. ભોયેની સુચના થી પો. સ. ઇ. આર. બી. ગોજીયા, પો. સ. ઇ. સી. એમ. કાંટેલીયા, એ. બી. ગંધા, કે. એચ. ભોચીયા તથા એલ. સી. બી. સ્‍ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા,  હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી તથા ધમેન્‍દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(2:01 pm IST)