Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ચાર વાહન શકપડતી મીલ્‍કત તરીકે શકમંદ ઇસમ પાસેથી કબ્‍જે કરતી કાલાવડ પોલીસ

જામનગર, તા., ૩: કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનના થાણા અધિકારી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર એચ.વી.પટેલ નાઓની સુચનાના આધારે સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્‍યાન એએસઆઇ એસ.આર.ચાવડા તથા પોલીસ કોન્‍સ. અલ્‍તાફભાઇ તારમામદભાઇ સમા તથા પોલીસ કોન્‍સ. કુલદીપસિંહ ચંદુભા જાડેજા તથા પોલીસ કોન્‍સ. માલદેવસિંહ ભરતસિંહ ઝાલા નાઓને હકીકત મળેલ કે વજીર ખાખરીયા ગામે મોરવાડી ગામ તરફ જતા કાચા રસ્‍તે પાણીના ટાંકા પાસે રહેતા મુકેશભાઇ બાબુભાઇ સાડમીયા પોતાના કબ્‍જામાં તેના રહેણાંક ઝુપડે ચાર મો.સા. કોઇ આધાર પુરાવા વગરના ચોરી કે છળકપટથી મેળવી રાખેલ છે. જે આધારે પંચો સાથે તપાસ કરતા મજકુર પાસેથી (૧) એક કાળા કલરનું હીરો હોન્‍ડા કંપનીનું સી.ડી.૧૦૦ મો.સા. છે જે મો.સા.ની આગળની નંબર પ્‍લેટ જોતા જી.જે. ૩ એ.એફ.પ૩પ૬ વાળી જોવામાં આવે છે. જે મો.સા.ની કી. રૂા. પ૦૦૦ ગણી તથા (ર) એક કાળા કલરનું લાલ, સફેદ તથા ગ્રે કલરના પટ્ટાવાળુ હીરો હોન્‍ડા કંપનીનું સીડી-૧૦૦ મો.સા. છે જે મો.સા.ની આગળની તથા પાછળની નંબર પ્‍લેટ જોતા જી.જે.૧૦ સી.૭પ૯ વાળી જોવામાં આવેલ જે મો.સા.ની કીં. રૂા. પ૦૦૦ ગણી તથા (૩) એક કાળા કલરનું બ્‍લુ તથા સિલ્‍વર પટ્ટાવાળુ હીરો હોન્‍ડા કંપનીનું સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મો.સા. છે જે ચેસીસ નંબર ઇ-ગુજકોપ એપ્‍લીકેશનમાં નાખી જોતા સદરહું મો.સા.ના આર.ટી.ઓ. નંબર જી.જે.૧૦ એ.એલ.૪૦૩૫ વાળા હોવાનુ જણાઇ આવેલ જેમો.સા.ની કિં. રૂા. ૭૦૦૦ ગણી તથા (૪) એક કાળા કલરનું હીરો હોન્‍ડા કંપનીનું સીડી ૧૦૦ મો.સા. છે જે મો.સા.ની આગળ પાછળની નંબર પ્‍લેટ તથા ચેસીસ નંબર તથા એન્‍જીન નંબર જોતા જોવામાં આવતા ન હોય જે મો.સા.ની કી. રૂા.૩૦૦૦ ગણેલ જે કબ્‍જે કરી.

 જે તમામ ચારેય મો.સા. બાબતે શકમંદને  પુછપરછ કરતા તમામ ચારેય મો.સા. કાલાવડ ટાઉન વિસ્‍તાર ખાતેથી અલગ અલગ જગ્‍યાએથી ચોરી કરેલ હોવાનું જણાવેલ જેથી ચારેય મો.સા. શકપડતી મીલ્‍કત તરીકે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્‍જે કરવામાં આવેલ છે તેમજ શકમંદ મુકેશભાઇ  બાબુભાઇ રાયમલભાઇ સાડમીયાને સી.આર.પી.સી. કલમ ૪૧-૧ ડી મુજબ અટક કરવામં આવેલ છે. આ કામગીરી પીએસઆઇ એચ.વી.પટેલ, એએસઆઇ એસ.આર. ચાવડા, પીસી અલ્‍તાફભાઇ સમ, કુલદીપસિંહ જાડેજા, માલદેવસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ છે.

(1:58 pm IST)