Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

અમરેલીના નાના રાજકોટ ગામે વૃધ્ધની હત્યા કરી લૂંટ ચલાવનાર દાહોદ પંથકના બે ખેતમજુર ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૩ : લીલીયા તાલુકાના નાના રાજકોટ ગામે લખમણભાઇ વિરજીભાઇ વાડદોરીયા ઉ.વ.૭ર પોતાની પત્ની નબુબેન ઉ.વ.૬૮ સાથે એકલા રહેતા હતા અને ખેતી કરતા હતા. ગઇ તા.૧૩-૯-ર૦રરના રાત્રી દરમિયાન ત્રણ આરોપીઓએ લખમણભાઇના ઘરમાં ચોરી લુંટ કરવાના ઇરાદે પ્રવેશ કરેલ, આ દરમિયાન લખમણભાઇ તથા તેમના પત્ની નબુબેન જાગીજતાં, આરોપીઓએ લખમણભાઇ તથા તેમના પત્નીને લાકડાના ધોકા વડે માથા અને શરીરે આડેધડ માર મારી લખમણભાઇનુ઼ સ્થળ પર મોત નીપજાવીનબુબેનને મરણતોલ ઇજાઓ કરીતેમના ઘરમાંથીઆશરે રોકડા રૃા.૧૦૦૦૦ તથા ડ્રીમ યુગા મોટર સાયકલ રજી.નં. જીજે ૧૪એએચ ૬૯૯૦ કિ. રૃા.૩પ૦૦૦ મળી કુલ રૃા.૪પ૦૦૦ની લુંટ કરી નાસી ગયેલ જે અંગે લખમણભાઇના દિકરા નરેશભાઇ લખમણભાઇ વાડદોરીયા રહે. નાના રાજકોટ હાલ સુરત વાળાએ ફરીયાદ આપતા લીલીયા પો. સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩પરર૦૪૬૭ -ર૦રર આઇપીસી કલમ ૩૦ર, ૩૦૭, ૪૪૯, ૩૯ર, ૩૯૪, ૩૯૭, ૩૪, તથા  જીપીએકટ કલમ ૧૩પ મુજબનો ગુનો રજી. થયેલ.

આ બનાવમાં  ઇજા પામનાર નબુબેન લખમણભાઇ વાડોદરીયાઓને પણ ગંભીર ઇજાઓ થયેલ હોય તેમને ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. ખુન સાથે લુંટ જેવો ગંભીર બનાવબ નતાઉચ્ચ પોલીસ અધિકારીઓ ગુનાવાળી જગ્યાએ પહોંચી ગયેલ અને તેમના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ લીલીયા પો. સ્ટે.ના પો.સ.ઇ. એમ.ડી. ગોહિલ દ્વારા હાથ ધવરામાં આવેલ. તપાસ દરમિયાન આરોપીઓએ ભોગ બનનારના ઘરેથી સોનાની બંગડીઓ, સોનાની માળા, સોનાનો ચેઇન તથા રોકડા રૃા.૯૦૦૦૦ મળી કુલ રૃા.૧,૯૦,૦૦૦ની લુંટ ચલાવેલ હોવાનું જણાવેલ.

આ ગુનાના શકમંદ ઇસમોની તપાસ કરતા એક ઇસમને ગામ રૈયાવણ, તા.ધાનપુર, જિ. દાહોદ તથા બીજા ઇસમને ગામ બલદાણા - તા. વઢવાણ, રાઉન્ડ અપ કરી પુછપરછ કરતા તેઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપી હતી.  અને તેમની પાસેથી લુુંટમાં ગયેલ રોકડ રકમ પૈકીની રોકડ રકમ પણ મળી આવેલ હતી.

જેમાં (૧) ટપીુ કનીયાભાઇ ઉર્ફે કનુભાઇ બામણીયા ઉ.વ.રર ધંધો ખેત મજરુી રહે. ગામ રહે. ગામ રૈયાવણ, પટેલ ફળીયુ સરકારી દવાખાનાની બાજુમાં તા.ધાનપુર, જિ. દાહોદ, હાલ રહે. ઓટાળા તા. ટંકારા (ર) પ્રકાશ ઉર્ફે સુરીયો ગુરજી રાવત ઉ.વ.રપ ધંધો ખેત મજુરી રહે. ગામ મુળ જેતપુર કાસલા ફળીયુ હેન્ડ પંપની બાજુમાં તા. લીમખેડા જિ. દાહોદ હાલ રહે. બાંડીબાર ગડા ફળીયુ તા. લીમખેડા જિ. દાહોદ હાલ રહે. બલદાણા તા. વઢવાણ ઝડપાયા છે અને (૧) પુનીયા  સવલા ગણાવા રહે. કાંટુ તા.ધાનપુર જિ. દાહોદ ફરાર છે. આરોપીઓ પાસેથી મળી આવેલ મુદાનલ વિગત રોકડા રૃપીયા ર૩૦૦૦ કબ્જે કરાયેલ.

પકડાયેઆરોપી પ્રકાશ ઉર્ફે સુરીયો ગુરજી રાવત તથા ફરાર થઇ ગયેલ આરોપી પુનીયા સવલા ગણાવા એમ બંને જણ અગાઉ ચારેક વર્ષ પહેલા નાના રાજકોટ ગામે ખેત મજુરી કામ કરતા હતા. ત્યારે માલ સામાન લેવા વાડીએથી ગામમાં આવી, ભોગ બનનાર લખમણભાઇ વાડદોરીયાનું ઘર જોઇ ગયેલ તથા તેમની ઘરની આજુબાજુની પરિસ્થિતિનો તાગ મેળવી લીધેલ હતો. આમ મરણ જનાર લખમણભાઇ વાડદોરીયા પોતાના પત્ની નબુબેન સાથે એકલા રહે છે અને આર્થિક રીતે સમૃધ્ધ છે તેવી તેઓને પ્રથમથી જ ખબર હતી.

આ ગુનાને અંજામ આપવા પુનીયા સવલા ગણાવાએ ફોન કરી ટીપુ કનીયાભાઇ ઉર્ફે કનુભાઇ બામણીયાને રૈયાવણ, તા.ધાનપુર, જિ. દાહોદથી ચોટીલા બોલાવેલ અને પ્રકાશ ઉર્ફે સુરીયો ગુરજી રાવતને બલદાણા ગામેથી લઇને ચોટીલા ગયેલ, જયાં ત્રણેય જણા ભેગા થયેલ અને લખમણભાઇને વાડદોરીયાના ઘરે રાત્રે લુંટ કરવાનો પ્લાન બનાવેલ.

ચોટીલાથી આ ત્રણેય આરોપીઓ રાજકોટ ગયેલ અને ત્યાંથી ઢસા થઇને દામનગર ગયેલ. ત્યાં નાસ્તો કરેલ અને બે ટોર્ચ ખરીદેલ. ત્યાંથી ઇકો ગાડીમાં શાખપુર ગામે આવેલ અને ત્યાંથી ચાલીને નાના રાજકોટ પહોંચેલ.

ગુનાને અંજામ આપતા પહેલા આરોપીઓએ લખમણભાઇના ઘરની આજુબાજુ આવેલ ઘરોના દરવાજાઓ બહારથ બંધ કરી દીધેલ. જેથી તેમનો અવાજ સાંભળીને કોઇ મદદ માટે બહાર આવી ન શકે.

આરોપીએ લાકડાની મદદથી મકાનની ફરતે આવેલ વંડી ટપીને લખમણભાઇના ઘરમાં પ્રવેશેલ અને ઘરમાં ઉતરીને લાઇટ બંધ કરી દીધેલ. આરોપીઓનો અવાજ સાંભળી જતાં લખમણભાઇ જાગી જતા આરોપીઓએ લખમણભાઇને લાકડાના ધોકાઓ વડે આડેધડ માર મારેલ અને નબુબેન જાગીજતાં, તેમને પણ ધોકાઓ વડે માર મારી જીવલેણ ઇજાઓ કરેલ અને તે બંનેને ઢસડીને અંદરના રૃમમાં લઇ જઇને પછી રૃમમાં પુરી દઇ, ઘરમાં રોકડ રકમ અને ઘરેણાની શોધખોળ કરી હાથ લાગેલ રોકડ રકમ વિ. ની લુંટ કરી ફળીયામાં પડેલ લખમણભાઇનું ડ્રીમ યુગા મોટર સાયકલ રજી.નં.જી.જે. ૧૪.એ.એચ.૬૯૯૦ કિં. રૃા.૩પ૦૦૦ લઇને નાસી ગયેલ હતા.

આ ગુનો કરીને મોટર સાયકલ તથા રોકડ રકમ અને અન્ય મુદામાલ લઇને ફરાર થઇ ગયેલ આરોપી પુનીયા સવલા ગણાવા રહે. કાંટુ, તા.ધાનપુર, જિ. દાહોદ વાળાને પકડી પાડવા તજવીજ શરૃ છે અને ગુનાના આરોપીઓએ અગાઉ આ પ્રકારના કોઇ ગુનાઓ કરેલ છે કે કેમ તે અંગે પણ તપાસ શરૃ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની સુચના અને અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ  અધિક્ષક જે.પી.ભંડારીના માર્ગદર્શન  હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. તથા ધારી પો.સ.ઇ. પી.બી.લકકડ તથા એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(1:58 pm IST)