Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ધોરાજી નગરપાલિકાના જનરલ બોર્ડ સામે ભાજપે ૨૫૮ મુજબ ફરિયાદ કરતા સ્ટે

ધોરાજી, તા. ૩ :  પાલીકા ભારતીય જનતા પાર્ટી ના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ હરીભાઈ વાગડીયા એ જણાવેલ કે ધોરાજી કોંગ્રેસ સાશીત નગરપાલીકામાં ૩૬-સદસ્યો આવેલા છે, હાલમાં ગત તારીખ ૧૭/૦૯/૨૦૨૨ ના રોજ ધોરાજી નગરપાલીકાના પ્રમુખ અંજનાબેન ભાસ્કર તથા ચીફ ઓફીસર અને શાસક તથા વિરોધ પક્ષ ના ૨૭સદસ્યો હાજર હતા, આ સામાન્ય સભાનું વિડીયો રેકોર્ડીંગ (શુટીંગ) કરાયુ હતુ, આ સામાન્ય સભામાં ભાજપના ૯સભ્યોએ લેખીતમાં વાંધાઓ રજુ કરેલ સાથે કૉંગ્રેસના સભ્યોએ લેખીતમાં વાંધોઓ રજુ કરેલ હતા.

ધોરાજી નગરપાલીકાની સાધારણ સભામાં મંજુર કરાયેલ કાર્યવાહી મામલે ધોરાજી નગરપાલીકાના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ વાગડીયા અને ભાજપના સુધરાઈ સભ્ય કિશોરભાઈ વઘાસીયાએ પ્રાદેશીક કમીશ્નરની કચેરી રાજકોટ ખાતે નગરપાલીકા અધિનિયમ–૨૫૮ હેઠળ ખોટા રેકર્ડ તથા રેકર્ડ સાથે ચેડા કરેલ હોય તેની લેખીત ફરીયાદ કરતા  મ્યુનીશીપલ કમીશ્નરશ્રીએ તાકીદની અસરથી તપાસ કરીને ધોરાજી નગરપાલીકા પ્રમુખ તથા ચીફ ઓફીસરને નોટીસ આપી ખુલાસો પુછાયેલ છે, તથા ધોરાજી નગરપાલીકાની તારીખઃ ૧૭/૦૯/૨૦૨૨ ના ઠરાવ સામે કામ ચલાવ મનાઈ હુકમ આપતા ખળભળાટ મચી જવા પામેલ છે. ટુંકમાં કોંગ્રેસ શાસીત ધોરાજી નગરપાલીકામાં ગેરવહિવટ મામલે શહેરી વિકાસ વિભાગ દ્વારા આકરી કાર્યવાહી થાય તેવી ટોક ઓફ ટાઉન ચર્ચા વ્યાપી છે.

(1:56 pm IST)