Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ખોજાબેરાજાની સીમમાં ચોરી કરેલ ત્રણ સહિત ૧૩ મો.સા.તથા ૧પ મોબાઇલ સાથે બે ચોરને પકડી પાડતી જામનગર પોલીસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૩ : જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ વાહન તથા મોબાઇલ ચોરીઓની પ્રવૃતિને સદંતર ડામી દેવા તથા આવા બનતા અનડીટેક ગુન્‍હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી ગ્રામ્‍ય ડિવીઝનનના નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઇના માર્ગદર્શન હેઠળ જામ પંચ બી ડીવી.પો.સ્‍ટે.ના પો.સબ.ઇન્‍સ આર.એ.વાઢેર તથા સર્વેલન્‍સ પોલીસ સ્‍ટાફ સાથે પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્‍યાન સાથેના એ.એસ. આઇ. એમ. એલ.જાડેજા તથા પો.હેડ કોન્‍સ. નિર્મલસિંહ ભરતસિંહ જાડેજા તથા હરદેવસિંહ ઉમેદસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. મયુરસિંહ જગદીશસિંહ જાડેજાનાઓએ બાતમી આધારે જામનગર પચકોશી બી ડીવી. પો.સ્‍ટે.ના પાર્ટએ ગુ.ર.ન.૭૪૪/રર ઇ.પી.કો.કલમ ૩૭૯,૪૪૭ મુજબના ગુન્‍હામાં ચોરીમાં ગયેલ ત્રણ મો.સા.તેમજ અન્‍ય અલગ અલગ જગ્‍યાએથી ચોરી મોટરસાઇકલ તથા મોબાઇલ ફોનની ચોરીઓ કરી અને મુદામાલ વાહનો તથા મોબાઇલ ફોનો સાથે બે ઇસમો ખોજાબેરાજાની અડવાની સીમમાં બાવળની જાળીમાં હાજર છે તેઓ આ ચોરીનો આ મુદામલ સગેવગે કરવાની પેરવીમાં છે ેતેવી હકીકત મળતા રેઇડ કરતા આરોપી (૧) કાહરૂ મોજુભાઇ મેડા ભીલ આદીવાસી ઉ.ર૪ ધંધો ખેતમજુરી રહે દોઢીયા, ગામની સીમમાં રાજેશભાઇ પટેલની વાડીમાં મુળ બાવડી ગામ તડવી ફલીયા, તા. ધીરજ જી.અલીરાજપુર મધ્‍યપ્રદેશ વાળો તેમજ (ર) જીતેન સુબલાભાઇ હીટલા ભીલ આદીવાસી ઉ.ર૩ ધંધો ખેતમજુરી રહે હનેલન્‍ડા ગામની સીમમા સુનીલભાઇ પટેલની વાડીમાં તા.જી.રાજકોટ મુળ કોટબુ પટેલ ફલીયા, તા.નાનપુર જી.અલીરાજપુર મધ્‍યપ્રદેશ વાળાઓને કુલ ૧૩ મો.મી.કી. રૂા. ૩,૮પ,૦૦૦ તથા કુલ ૧પ મોબાઇલ ફોનની  કિ.રૂા.૬૦,પ૦૦ મળી કુલ મુદામાલ કી. રૂ.૪,૪પ,પ૦૦ સાથે મળી આવેલ હોય નીચે મુજબના ચોરીના અનડીટેક ગુન્‍હાઓ ડીટેકટ કરવામાં આવેલ છે તેમજ અન્‍ય ૭ મો.સા.તેમજ ૧પ મોબાઇલ ફોન સી.આર.પી.સી.કલમ ૧૦ર મુજબ શકપડતી મિલ્‍કત તરીકે કબજે કરવામાં આવેલ છે.

 (૧) જામપંચ બી ડીવી.પો.સ્‍ટેના પાર્ટ એ ૭૪૪/રર આઇપીસી ૩૭૯,૪૪૭, (ર) આજીડેમ પો.સ્‍ટે.જી.રાજકોટના પાર્ટએ ૬રર/રર આઇપીસી -૩૭૯ (૩) શાપર વેરાવળ પો.સ્‍ટે.જી.રાજકોટના પાર્ટ એ ૭૩૧/રર આઇપીસી. ૩૭૯ ના ગુન્‍હા ડીટેકટ થયેલ છે. આ કાર્યવાહી પંચકોશી બી ડીવીઝન પો.સ્‍ટેના ઇન્‍સ. આર.એ.વાઢેર સ્‍ટાફના એ.એસ.આઇ. એમ.એલ.જાડેજા તથા પો.હેડ કોન્‍સ નિર્મલસિંહ ભરતસિંહ જાડેજા તથા હરદેવસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. મયુરસિંહ જગદીશસિંહ જાડેજા, પુષ્‍પરાજસિંહ વિક્રમસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:56 pm IST)