Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

બાબરાના મોટા દેવળીયા ગામે ભુગર્ભ ગટરનું ખાતમુહુર્ત

(દિપક કનૈયા દ્વારા) બાબરાઃ તાલુકાના મોટા દેવળીયા જીલ્લા પંચાયત સીટ ના  સભ્ય હીમતભાઇ દેત્રોજા દ્વારા રજુઆત થી  નાણાપંચ માથી જીલ્લા પંચાયત દ્વારા રૃપિયા ૧૨ લાખ ની ભુગર્ભ ગટર મંજૂર કરવામાં આવી હતી જેની કામગીરી નું ખાત મુહુર્ત જીલ્લા પંચાયત ના શાસક પક્ષના નેતા હીંમત ભાઇ દેત્રોજા હસ્તે ર્ કરવામાં આવ્યું હતું  તેમજ અન્ય રોડ રસ્તા ના કામો મંજૂર થયેલ હતા તેમની કામગીરી પણ ચાલુ ચાલુ છે. આ તકે સરપંચ હસુભાઈ વાળા, મહેશભાઇ જાવીયા, પ્રવિણભાઇ વાળા, કીશોર ભાઇ વાસાણી, કરસનભાઈ આદ્રોજા, બાબુભાઈ સાકરીયા,તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(1:53 pm IST)