Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

જેતપુરમાં દુધની ડેરીમાંથી ઇંગ્‍લીશ દારૂની બોટલો સાથે બે શખ્‍સોને પકડી પાડતી એલસીબી પોલીસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૩: તહેવારો  નજીક આવતા દારૂના પ્‍યાસીઓની માંગને પહોંચી વળવા બુટલેગરો સ્‍ટોક કરવાની પેરવી કરતા હોય થોડા દિવસો પહેલા જ તાલુકા પોલીસે જંગી જથ્‍થો પકડી પાડયો હતો. એલસીબીના મનોજભાઇ બાયલ, નિલેશભાઇ ડાંગર, દિવ્‍યેશભાઇ સુવા, કૌશીકભાઇ જોશી રાત્રીના શહેરમાં  પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્‍યાન બાતમી મળેલ કે સરદાર પટેલ માર્કેટમાં દુધની ડેરીમાં દારૂનો જથ્‍થો વેચાણ માટે રાખેલ હોય જે આધારે એમ.જી.રોડ પર આવેલ સરદાર પટેલ માર્કેટમાં જય શકિત ડેરી ફાર્મમાં દારૂ અંગેની રેડ કરતા સાંજે બે શખ્‍સો બેઠા હોય ડેરીમાં તપાસ કરતા ઇંગ્‍લીશ દારૂની બોટલો નંગ-૧૦ કિ. રૂા. ૩૦૦૦ની મળી આવતા ડેરીનો માલીક નૈમીશ રમેશભાઇ તથા (રહે. બાવાવાળ પરા શેરી નં. પ) તથા આમદ ઉર્ફે ભોગો મામદ લાખાણી (રહે. મતવા શેરી)બન્ને શખ્‍સોને દારૂની બોટલો સાથે પકડી પાડી આગળની કાર્યવાહી માટે શહેર પોલીસને સોંપી આપેલ.

(1:51 pm IST)