Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

પોરબંદરમાં રાજયનું એક માત્ર મંગલેશ્વરી માતાજી તથા મંગળ ગ્રહનું પ્રાચીન મંદિર

દેવી ભગવતન નવમાં સ્કંધના ૪૭માં અધ્યાયમાં માતા મંગલેશ્વરીનું પુરાણોકત દેવી મંગલચંડીના નામે વ્યાખ્યાન છે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩: ગુજરાત ખાતે એક માત્ર પોરબંદરમાં માતા મંગલેશ્વરી મંગળ ગ્રહ મંદિર છે. મંગળ ગ્રહની કોઇ પણ પ્રકારની નડતર તથા માંગલીક સમસ્યાના નિરાકરણ માટે ગુજરાત ભરમાંથી દર મંગળવારે આવતા દર્શનાર્થીઓ આવે છે.

લોકવાયકા મુજબ લગભગ ૭૦૦ વર્ષ પુર્વે નાગાબાવાઓની જમાતે મીઠી તળાવડી નજીક એક ગાયને જે જગ્યા ઉપર અભિષેક કરતી જોઇ ત્યાં તપાસ કરતા મહાદેવજીનું લિંગ નિકળતા સ્વયં પ્રગટ શિવજીનો મહિમા વધારવા આ જગ્યાનંુ નામ દુધની સર ઉપર દુદાસર તરીકે સ્થાપના કરી જે પાછળથી દુધેશ્વર મહાદેવજીના નામે પ્રત્યાઘાત થયેલા.

વાઘેશ્વરી પ્લોટમાં આવેલા શ્રી દુધેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં જે પુરાણોકત દેવી માતા મંગલેશ્વરી તથા મંગળ ગ્રહના મંદિરો આવેલા છે. હિન્દુ માન્યતાઓ અનુસાર દૈવી ભાગવત નામના ગ્રંથના ૯ માં સ્કંધના ૪૭માં અધ્યાયમાં માતા મંગલેશ્વરીનું પુરાણોકત દેવી મંગલચંડીના નામે વ્યાખ્યાન છે.

ત્રિપુરાસુરનો નાશ કરવા સમયે ભગવાન શિવજીએ સૌ પ્રથમમાં મંગલેશ્વરની પુજા કરી પ્રસન્ન કરી અને ત્રિપુરાસુરનો નાશ કરેલો. દક્ષ રાજાના યજ્ઞનો નાશ કરી ભગવાન શિવ સતીના શબને ખંભે ઉપાડી બ્રહ્માંડનું ભ્રમણ કરતા હતા ત્યારે તેની શકિત ઉજ્જેનમાં પડી તે પૃથ્વી માતાએ ધારણ કરી ત્યારે પૃથ્વી પુત્ર મંગળની ઉત્પતી થઇ હતી તે મંગળે ઇષ્ટદેવી તરીકે માં મંગલેશ્વરીની પુજા કરી હતી અને કાયમી ગ્રહ સ્થાન મેળવ્યું હતું.

જન્મ કુંડળીમાં મંગળદોષ હોય, સગપણ કે વિવાહમાં વિલંબ થતો હોય, મંગળ ગ્રહની કોઇ પણ પ્રકારની નડતર હોય, પુરૃષ અથવા સ્ત્રી જો માંગલીક હોય તેવા સર્વે જાતકોએ મંગળ ગ્રહના ઇષ્ટદેવી મંગલેશ્વરના આશીર્વાદ મેળવવા જોઇએ. આ સિવાય પણ મંગળ ગ્રહ પૃથ્વી પુત્ર કહેવાતો હોવાથી જેઓ જમીન, જમીનમાંથી નિકળતી-નિપજતી વસ્તુઓ (ખનીજ) નો વેપાર કરતા હોય જમીનની લે-વેચ કરતા હોય, મકાન બાંધકામ કે મકાનની લે-વેચ કરતા હોય તે બધા લોકોએ પણ મંગળ ગ્રહ તથા મંગલેશ્વરીના દર્શન કરી આશીર્વાદ મેળવવા જોઇએ.

ગુજરાત ખાતે એક માત્ર પોરબંદરના હાર્દ સમા વિસ્તાર વાઘેશ્વરી પ્લોટના દુધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જ આ માતા મંગલેશ્વરી તથા મંગળ ગ્રહના મંદિરો આવેલા છે. મંગળ ગ્રહ અને મંગલેશ્વરી માતાજીની કૃપા મેળવવા માટે દર મંગળવારે આ મંદિરે ગુજરાતભરમાંથી માતા મંગલેશ્વરી દેવીની અખુટ શ્રધ્ધા ધરાવતા દર્શનાર્થીઓ આવે છે અને પોતાની બાધા-માનતા ઉતારે છે અને દર્શન કરી આશીર્વાદ મેળવે છે.  સંકલનઃ નિલેશભાઇ બી.વ્યાસ, મેનેજીંગ ટ્રસ્ટી/પુજારી મો. ૯૩ર૭૮ ૦૧૦૧૬.

(1:45 pm IST)