Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

આટકોટ બસ સ્‍ટેશનના ખાડા લોકોએ બૂર્યા

(કરશન બામટા દ્વારા)આટકોટ તા. ૩ : એસટી બસ સ્‍ટેશનમાં પડેલ ખાડા લોકોએ માનવતા દેખાડી અને બોરવાની કામગીરી કરી હતી તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી ન કરવામાં આવતા લોકોએ જાતે જ આ ખાડા પૂરવાની કામગીરી કરી હતી એસટીને નુકસાન થતું છતાં એસટી તંત્ર દ્વારા કોઈપણ પગલાં ભરવામાં આવ્‍યા ન હતા. મસ મોટા ખાડાથી એસટીઓ નમી જતી હતી. તેથી રીક્ષા ચાલક દ્વારા બે ફેરા મોરમ નાખી ખાડા બુરવામા આવ્‍યા હતા. મસ મોટા ખાડાઓ થી મુસાફરો પણ પડતાં હતાં. અહી ચારસો જેટલી એસટી બસની અવર જવર રહેતી હોય હજારો મુસાફરો આવતા હોય   પણ આટકોટના બસ સ્‍ટેશનમાં કચરા ઉકરડા ઉપાડવામાં આવતાં નથી,  ગંજ ખડકાયા છે. છતાંય નિર્ભય તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી.  લોકોએ માનવતા દેખાડી અને ખાડા બુરવામા આવ્‍યા. શીંગ વેચતાં ફેરીયા દ્વારા મોરમ પહોળી કરવામાં આવી હતી પણ એસટી નિગમ દ્વારા ધ્‍યાન આપવામાં આવ્‍યું નહીં તેથી લોકોમાં ચર્ચા વિષય બની ગયો હતો. 

(12:37 pm IST)