Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

કેશોદમાં સુપર નેપિયર બુલેટ ઘાસનું વાવેતર કરનાર ખેડુતોને સહાય ચૂકવવામાં તંત્રની વ્‍હાલાં દવલા નિતિ

(કિશોર દેવાણી દ્વારા) કેશોદ તા. ૩ : રાજ્‍ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્‍સાહિત કરીને બારેમાસ લીલુ ઘાસ મીઠું  એટલે‘સુપર નેપિયર  બુલેટ ઘાસ' પશુઓ માટે બારેમાસ લીલુ ઘાસ સારી રીતે મળી રહે તે માટે વિશ્વભરમાં ઉગાડવામાં આવતા ઘાસવર્ગના ‘સુપર નેપિયર બુલેટ ઘાસ'નો ઉપયોગ કરવો જોઈએ એ હેતુથી વિવિધ સહાયતા યોજના જાહેર કરી છે. કેશોદ તાલુકાનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ ખેડુતોએ પોતાના ખેતરમાં આફ્રિકાના પશુપાલકો અને ખેડૂતો ઉપયોગ કરતાં બુલેટ ઘાસ મૂળભૂત આવશ્‍યકતાઓ નેપીયર ઘાસ ગરમ, ઉષ્‍ણકટિબંધીય અને ઉષ્‍ણકટિબંધીય પ્રદેશોમાં શ્રેષ્ઠ ઉગાડવામાં આવે છે.

આ બહુ વર્ષીય ઘાસ હોવાથી આખા વર્ષ દરમિયાન પોષણયુકત સ્‍વાદિષ્ટ લીલો ફાયબર વધુ માત્રાનો ચારો પૂરો પાડે છે. એક વાર વાવેતર કર્યા પછી ૭/૮ વર્ષ સુધી ઉત્‍પાદન આપતી વેરાઇટી તથા વારંવાર ખેડ બિયારણની પણ મુક્‍તિ મળે છે.ઉંચાઈ દશ થી પંદર ફુટ ની થાય છે.ઓછાં પાણી માં ટપક સિંચાઈ પદ્ધતિ પણ અનુકૂળ આવે છે. કેશોદના અગતરાય ગામે સંખ્‍યાબંધ ખેડુતોએ પોતાના ખેતરમાં બુલેટ ઘાસનું વાવેતર કરી સ્‍થાનિક ગ્રામ પંચાયત અને તાલુકા જિલ્લા મથક સુધી સરકારી સહાય મેળવવા નિયત નમૂનામાં અરજી કરી હોવા છતાં ત્રણ થી ચાર વાઢ થઈ જવાં બાદ પણ સબસીડી આપવામાં આવી નથી. ત્‍યારે અમુક ખેડુતોને સહાય મળી ગયેલ છે ત્‍યારે તેમાં ગેરરીતીના આક્ષેપો પણ થઈ રહેલછે. આમ પક્ષપાતી વલણ અપનાવામાં રાખવામાં આવેલ હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહયા છે ત્‍યારે તાલુકા પંચાયત કચેરી અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ફરિયાદ કરવા છતાં આંખ આડા કાન ધરવામાં આવી રહેલ હોવાનું ચર્ચાઈ રહયુ છે.

(12:31 pm IST)