Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ધોરાજી સરકારી શાળાઓમાં રાસ ગરબા મહોત્‍સવ

 ધોરાજી : ધોરાજીની સરકારી કન્‍યા વિદ્યાલય અને પ્રાથમિક શાળા નં ૮ ની બાળાઓ દ્વારા નવરાત્રી નિમિતે રાસ ગરબા મહોત્‍સવ યોજાયો હતો. પહેલા માતાજીની આરતી યોજાઇ હતી. જેમાં બંને શાળના પ્રિન્‍સીપાલ ટી.વી. પટેલ અને વિપુલભાઇ વાછાણી અને સમગ્ર સ્‍ટાફ ગણે જહેમત ઉઠાવી હતી. આ તકે બેસ્‍ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્‍માનીત કરેલ હતા. ૫૫૦ થી વધારે વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.  (તસ્‍વીર-અહેવાલ : ધર્મેન્‍દ્ર બાબરીયા ધોરાજી)

(12:28 pm IST)