Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

રાજય માર્ગ અને મકાન મંત્રી જગદીશભાઇ પંચાલ તરફથી અમરેલીના માર્ગો માટે રૂ.૨૬.૧૫ કરોડની ફાળવણી

નારણભાઇ કાછડીયા, કૌશિકભાઇ વેકરીયાની સફળ રજૂઆત

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી તા. ૩ : ગુજરાત સરકારના રાજય માર્ગ અને મકાન મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા(પંચાલ) દ્વારા મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અમરેલી જીલ્લાના પાચ નોન પ્‍લાન માર્ગોના જોબ નબર અને એક મેજર પુલના કામ માટે કુલ રૂ&. ૨૬.૧૫ કરોડ જેવી મતબાર રકમ મંજુર કરવા બદલ અમરેલીના સાસદ નારણભાઈ કાછડીયા અને જીલ્લા ભાજપ પ્રમુખ  કોશિકભાઈ વેકરીયાએ મુખ્‍યમત્રી  ભપેન્‍દ્રભાઈ પટેલ અને રાજય માર્ગ અને મકાન મંત્રી જગદીશભાઈ પંચાલનો  જીલ્લાના લોકો વતી આભાર વ્‍યકત કરેલ હતો. જે અંતર્ગત મોટા માચીયાળા એપ્રોચ રોડ, નવા ખીજડીયા જેશીગપરા રોડ, પીપળલગ રીકડીયા રોડ, ખજુરી સુલતાનપુરા રોડ, ખજુરી પીપળીયા ખડખડ રોડ, આબરડી રસનાળ રોડ, ગોંડલ-દેરડી-બગસરા-ધારી-તુલસીશ્‍યામ રોડના કામોને મંજૂરી મળેલ છે.(

(12:27 pm IST)