Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

મોટી પાનેલી ગરબી મંડળને ચંદારાણા પરિવાર તરફથી એકાવન હજારનું દાન

શક્‍તિ ગરબી મંડળને એકાવન વર્ષ પૂર્ણ થતા પિતાજીના સ્‍મરણાર્થે

મોટી પાનેલી, તા.૩: ઉપલેટા તાલુકાના મોટી પાનેલીની શ્રી શક્‍તિ ગરબી મંડળ લીમડા ચોકને એકાવન વર્ષ પૂર્ણ થયેલ છે આજથી એકાવન વર્ષ પહેલા મુરબ્‍બી વડીલોએ ગરબી ની સ્‍થાપના કરેલ જેમના એક એવા સ્‍વ.વસનજી પરમાનંદ ચંદારાણા પણ હતા સ્‍થાપના થી લઇ પોતાના જીવન સંપન્ન સુધી ગરબી ની અવિરત સેવા નિસ્‍વાર્થ ભાવના સાથે કરી મંડળ ને ઉચ્‍ચ સ્‍થાને પહોંચાડવા માં વસનબાપા નો બહુમૂલ્‍ય ફાળો રહેલ આજે પણ મંડળના સભ્‍યો વડીલોને યાદ રાખી તેમની પ્રેરણા મેળવી મંડળની સેવા ભક્‍તિ કરી રહ્યા હોય ત્‍યારે મંડળના એકાવનવર્ષ પૂર્ણ થતા મુરબ્‍બી સ્‍વ.વસનબાપાની યાદમાં તેમના સ્‍મરણાર્થે તેમના ચિરંજીવી સુપુત્રો રસીકભાઇ તેમજ વિજયભાઈ ચંદારાણા તરફથી ગરબી મંડળ ને એકાવન હજાર જેવી રકમ ફાળા માં સુપ્રત કરેલ તે સમયે સ્‍વ.વસનબાપાની યાદો સહીત મંડળના તમામ વડીલો ને યાદ કરી સંસ્‍મરણોને તાજા કરેલ આ તકે શ્રી શક્‍તિ ગરબી મંડળના પ્રમુખશ્રી રતાભાઈ ફિંડોરિયા, પૂર્વ પ્રમુખશ્રી બાબુભાઇ ગણાત્રા તેમજ મુરબ્‍બી મણીભાઈ લુક્કા દ્વારા ચંદારાણા પરિવારના વિજયભાઈનું સાલ ઓઢાડી બહુમાન કરેલ સાથોસાથ મંડળ વતી આભાર વ્‍યક્‍ત કરેલ.

(12:13 pm IST)