Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

જોડીયામાં વિવિધ પ્રાથમિક જરૂરીયાત પૂરી પાડવા રજુઆત

(રમેશ ટાંક દ્વારા)જોડીયા,તા.૩ : જોડીયા તાલુકાના ગોસાઇ જીતેન્‍દ્રપરી રમેશપરીએ કૃષિ મંત્રી અને જીલ્લા પંચાયત પ્રમુખને પાયાની જરૂરીયાતના પ્રશ્‍નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી.

ઘણા સમયથી સ્‍ટ્રીટ લાઇટ, આરોગ્‍ય પ્રશ્‍ન, પીવાના ચોખ્‍ખા પાણીના પ્રશ્‍નો છે  પરંતુ તંત્ર દ્વારા તેનું નિરાકરણ ન આવતા ભાજપ આયોજિત કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારાને મળીને ગામના પ્રશ્‍નો અંગે આવેદન આપી રજુઆત કરી હતી.  

(11:33 am IST)