Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

જામકંડોરણામાં બેઠા ગરબા ગાઇને નવરાત્રીની ઉજવણી પ્રાચીન મહાકાળી માતાજીના મંદિરે અનેરૂ આયોજન

એક દિવસ શહેરની તમામ ગરબીઓની બાળાઓને ભોજન પ્રસાદ

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા,તા. ૩ : ભાદરા નાકા પાસે ઉતાવળી નદીના કિનારે રમણીય કુદરતી વાતાવરણમાં શ્રી મહાકાળી માતાજીનું પ્રાચીન મંદિર આવેલુ છે આ મંદિરે વર્ષોથી ગ્રામજનો દ્વારા માતાજીના સાનિધ્‍યમાં બેઠા બેઠા ગરબા ગાળને નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે આ ગરબીમાં જે કોઇને પણ ગરબા ગાવા હોય તે ગાઇ શકે છે તેમજ નગારા, ઢોલક પણ વગાડી શકે છે આ ગરબી મંડળ દ્વારા ગ્રામજનોના સહકારથી દર વર્ષે નવરાત્રી દરમ્‍યાન એક દિવસ શહેરની તમામ ગરબીઓની બાળાઓને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. જે પરંપરા મુજબ આ વર્ષે પણ બાળાઓને ભોજન પ્રસાદનું આયોજન કરી પ્રસાદ લેવડાવવામાં આવ્‍યો હતો આ પ્રસંગે રાજકોટ જીલ્લા સહકારી બેંકના ડીરેકટર લલીતભાઇ રાદડીયા તેમજ તાલુકા ભાજપ મહામંત્રી ગૌતમભાઇ વ્‍યાસે હાજરી આપી માતાજીના દર્શનનો અનેરો લ્‍હાવો લીધો હતો.

(10:34 am IST)