Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

જામકંડોરણામાં પાંચ દાયકાથી પણ વધારે જુની શ્રીરામ મંદિર ગરબીમાં આજે રાત્રે નવદુર્ગા રાસ

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા,તા. ૩ : છેલ્લા ૫૫ વર્ષથી શ્રી રામ મંદિર ગરબી મંડળમાં બાળાઓ કોઇ પણ નાતજાતના ભેદભાવ વગર ગરબા રમે છે. આ ગરબીમાં અહીં વસ્‍તી ધરાવતા તમામ સમાજોની અઢારેય વર્ણની બાળાઓ માતાજીના ગરબે ઘૂમે છે અહીં હિન્‍દી બાળાઓની સાથે મુસ્‍લિમ બાળાઓ પણ  ટ્રેડિશનલલ પરંપરાગત પહેરવેશમાં માતાજીના ગરબે રમી હિન્‍દુ-મુસ્‍લિમ એકતાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડે છે. શ્રી રામ મંદિર ગરબી મંડળના તમામ કાર્યકરોની સખત મહેનત અને સર્વ ધર્મ સમભાવની ભાવનાના કારણે તેમજ જામકંડોરણા શહેર અને તાલુકાની જનતાના તન, મન,ધનથી સહકારના કારણે તેમજ ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયા અને તાલુકાના આગેવાનોના સહકારથી આજે અર્વાચીન યુગમાં પણ આ ગરબીએ પ્રાચીન પરંપરા જાળવી રાખી છે. આ ગરબીમાં આજે રાત્રે સુંદર આબેહુબ વેશભુષા સાથે નવદુર્ગા રાસનું આયોજન કરવામાં આવેલ છે. આ રાસ નિહાળવાનો લોકોએ લ્‍હાવો લેવા ગરબી મંડળ દ્વારા નિમંત્રણ પાઠવેલ છે.

(10:31 am IST)