Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

મોરબી જિલ્લામાં નલ સે જલ યોજનાની સિદ્ધિ બદલ રાજયમંત્રી મેરજાને એવોર્ડ.

હર ઘર જળમાં 100 ટકા ઉપલબ્ધી બદલ કેન્દ્ર સરકાર દ્વારા એવોર્ડ એનાયત કરાયો

 મોરબી જિલ્લાએ સરકારની નલ સે જળ અંતર્ગત હર ઘર જળની યોજનામાં 100% સિદ્ધિ હાંસલ કરી છે. આ યોજનામાં મોરબી જિલ્લામાં 100 ટકા કામગીરી પૂર્ણ થતાં કેન્દ્ર સરકારે આ 100 ટકા ઉપલબ્ધીની વિશેષ નોંધ લઈને રાજયમંત્રી બ્રિજેશ મેરજાને એવોર્ડ અર્પણ કર્યા છે.

મોરબી જિલ્લામાં સરકારની નલ સે જળ અંતર્ગત હર ઘર જળની યોજના અમલમાં મુકતા જિલ્લા તંત્રએ દરેક દરેક નળથી જળ પહોંચાડીને 100 ટકા આ યોજનાની કામગીરી પુરી કરી છે. જેથી દિલ્હી ખાતે આજે 2 ઓક્ટોબર ભારત સ્વછતા દિને વિજ્ઞાન ભવનમાં કેન્દ્રના જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ગુજરાતના મોરબી જિલ્લાને નલ સે જળ અંતર્ગત હર ઘર જળની 100% સિદ્ધિનો અવૉર્ડ એનાયાત કરતા રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ એવોર્ડ સ્વીકાર્યો હતો.

 

(11:54 pm IST)