Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપમાં મોરબીના ખેલાડીએ જીત્યો ગોલ્ડ મેડલ.

મોરબી: ઇન્ટરનેશનલ કરાટે-ડુ ઓર્ગેનાઈઝેશન દ્વારા ઓલ ઈન્ડિયા કરાટે ચેમ્પિયનશિપ 2022નું આયોજન મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે.


આ ચેમ્પિયનશિપમાં વિનય કરાટે એકેડેમી મોરબીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ધ્રુવ મહેશભાઈ કુંડારીયાએ કરાટે કાતામાં ગોલ્ડ મેડલ તેમજ કરાટે કુમિતેમાં ગોલ્ડ મેડલ મેળવીને મોરબીનુ નામ રોશન કર્યું છે. કરાટે કોચ વાલજી ડાભીએ ખેલાડીને તાલીમ આપી હતી.

 

(11:53 pm IST)