Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

મોરબીમાં તા. ૧૩ ના રોજ દરબારગઢ ખાતે પાંચિયા દાદાનો માંડવો યોજાશે.

મોરબીમાં તા. ૧૩-૧૦-૨૨ ને ગુરુવારના રોજ દોશી હાઈસ્કૂલ દરબાર ગઢ ખાતે પાંચિયા દાદાનો માંડવો યોજાશે જે નિમિતે પ્રસાદ અને ડાકનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે

જે માંડવાના કાર્યક્રમમાં સંતો મહંતો ઉપસ્થિત રહેશે તા. ૧૩ ને ગુરુવારે સવારે શુભ ચોઘડીએ કલાલ શેરી નગર દરવાજા પાસે મોરબી ખાતે થાંભલી રોપણ કરાશે તેમજ સવારે ૦૯ : ૩૦ કલાકે પંચના ભુવાશ્રીના સામૈયા કરવામાં આવશે અને બપોરે ૧૧ : ૩૦ કલાકે દેશળદેવ હોલ, મહેન્દ્ર ડ્રાઈવ રોડ મોરબી ખાતે મહાપ્રસાદ યોજાશે
તે ઉપરાંત રાત્રે ૦૯ : ૩૦ કલાકે દોશી હાઈસ્કૂલ, દરબાર ગઢ મોરબી ખાતે ડાક ડમ્મર પ્રોગ્રામ યોજાશે જેમાં જાણીતા કલાકારો ડાકની રમઝટ કરશ.

 

(11:45 pm IST)