Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ટંકારાના ઓટાળા ગામે જાહેરમાં જુગાર રમતા નવ શખ્શો ઝડપાયા: 21,500નો મુદામાલ જપ્ત

 

ટંકારા તાલુકાના ઓટળા ગામે પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા નવ શખ્સોએને ૨૧૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પરેશભાઈ ગોવિંદભાઈ નાગપરા, કિશોરભાઈ લાલજીભાઈ ભાલોડીયા, જોગેન્દ્રગીરી ભૂદરગીરી ગોસ્વામી, રાજેશભાઈ ભીમજીભાઈ છીપરિયા,હાર્દિકભાઈ દામજીભાઈ દેસાઈ, કેતનભાઈ ત્રિભોવનભાઈ ઘોડાસરા, હેમતભાઈ માવજીભાઈ દેસાઈ, રવિભાઈ હેમતભાઈ વીસોદિયા અને જયંતિલાલ વાલજીભાઈ રાજપરાને રોકડ રકમ રૂ.૨૧,૫૦૦ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:14 am IST)