Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

મોરબી એસવીએસ તાલુકા કક્ષાનો કલા ઉત્સવ : વિજેતાઓને પુરસ્કાર સન્માન

મોરબી,તા.૩:તપોવન વિદ્યાલય-મોરબી ખાતે એસવીએસમોરબી તાલુકા કક્ષાનો કલા-ઉત્સવ ઉજવાયો હતો. રાજય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્યો જેવા કે, ચિત્રકલા, કાવ્યલેખન, નિબંધ અને વકતૃત્વને આધારે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કળા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શાળા કક્ષાથી રાજયકક્ષા સુધીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ-મોરબીના કન્વીનર નરેશભાઇ સાણજાના જણાવ્યા મુજબ G.C.E.R.T. ગાંધીનગર તરફથી આ વર્ષના કલાઉત્સવમાં જુદી જુદી ચાર સ્પર્ધા જેવીકે 'પ્લાસ્ટિક મુકત ભારત' વિશે ની ચિત્રસ્પર્ધા, 'ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમ' વિષય પરની બાળકવિ સ્પર્ધા, 'ગાંધીજીને પત્ર' વિષય પર નિબંધલેખન સ્પર્ધા અને 'મને આવેલું ગાંધીજીનું સ્વપ્ન' વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ છે જે અનુસંધાને આજ રોજ તપોવન વિદ્યાલય-મોરબી ખાતે મોરબી તાલુકા કક્ષાની સ્પર્ધામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાથી કુલ ૭૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. દરેક સ્પર્ધામાંથી વિભાગ મુજબ પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે રૂ.૫૦૦, રૂ.૩૦૦ રૂ.૨૦૦ રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ કલાઉત્સવમાં દરેક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી હવે પછી જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઇ ઓગણજા, ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંદ્યના ઉપપ્રમુખ શૈલેષભાઈ સાણજા તેમજ તપોવન વિદ્યાલય-મોરબીના ચેરમેન અશોકભાઈ રંગપરીયા ઉપસ્થિત રહેલ હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા વિકાસ સંકુલના કન્વીનર નરેશભાઇ સાણજા તથા સહકન્વીનર અતુલભાઈ પાડલીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

કાંતિનગર પ્રાથમિક સુવિધાઓથી  આજેય વંચિત

મોરબીનો કાંતિનગર વિસ્તાર પણ પાયાની પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે જેથી આ મામલે સંસ્થા દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે

જેન્યુન ફાઉન્ડેશનના પ્રમુખ આરીફ મકરાણી અને મંત્રી આરીફ શાહમદાર દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી શહેરના કાંતિનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે જેથી કાંતિનગર વિસ્તારના રહીશો અનેક હાલાકીનો સામનો કરી રહ્યા છે મોરબીના કાંતિનગર વિસ્તાર હાલ નર્કાગાર હાલતમાં જોવા મળે છે વિસ્તારમાં ગટર તેમજ રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટ જેવી સગવડો મળી નથી વિસ્તારમાં ગંદકીના પગલે ડેન્ગ્યું જેવો રોગચાળો ફાટી નીકળે તે પહેલા સફાઈ અભિયાનની જરૂર છે તેમજ લોકોને પ્રાથમિક સુવિધાઓ મળે તેવી માંગ કરવામાં આવી છે

શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા ભાગવત સપ્તાહ

શ્રી રદ્યુવંશી યુવક મંડળ મોરબી દ્વારા આગામી ડીસેમ્બર માસમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન રદ્યુવંશી ધામ, ૮ કાયાજી પ્લોટ મોરબી ખાતે કરવામાં આવ્યું છે

શ્રી રદ્યુવંશી યુવક મંડળ મોરબી દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો તા. ૨૭ડિસેમ્બર ના રોજ પોથીયાત્રા સાથે કથા પ્રારંભ થશે તેમજ ભાગવત સપ્તાહફ આવતા શુક્રદેવજી આગમન કથા, નૃસિંહ પ્રાગટ્ય, વામન અવતાર, શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, શ્રી રૂક્ષ્મણી વિવાહ અને શ્રી સુદામા ચરિત્ર જેવા વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરાશે અને તા. ૦૨-૦૧-૨૦૨૦ ના રોજ મહાપ્રસાદ સાથે પુર્ણાહુતી કરાશે.

(1:18 pm IST)