Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

બાબરા વિધવા પેન્શન મંજુર કરાવવા માટે મામલતદાર કચેરીમાં મહિલા વર્ગનો રજળપાટ

અરજી કર્યા બાદ લાચાર મહિલા વર્ગને તંત્ર જવાબ આપતુ નથી! : મહિલા સશકિતકરણના દાવા પોકળઃ મહિલા નગર સેવિકા રસીદાબેન ગોગદા લાલઘુમ

બાબરા,તા.૩:ઙ્ગ બાબરા તાલુકા માં વિધવા પેન્શન મેળવવા માટે અવાર નવાર વિધવા મહિલા દ્વારા થતી અરજી અંગે ની કામગીરી સમય મર્યાદા માં કરવા ના બદલે સરકારી બાબુ કામ ટલ્લે ચડાવી અનેક પેન્ડીંગ અરજી માંઙ્ગ પેન્શન મંજુર કરવામાં નહી આવતું હોવાના આક્ષેપ બાબરા નગરપાલિકાના મહિલા સદસ્ય રસીદાબેન ઇકબાલભાઈ ગોગદા દ્વારા વિરોધ પક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી ને પત્ર દ્વારા જાણકરવામાં આવી છે.ઙ્ગ

તાલુકામાં વિધવા બહેનોની સ્થિતિ દયનિય હોઈ અને પેન્શન મેળવવા અરજી કર્યા બાદ નિત નવા બહાના આપી લાંબો સમય કચેરીના ધક્કાખવડાવવામાં આવી રહ્યા છ,ે સ્થાનિક મામલતદાર કચેરીમાં બાબરાના વિધવા મહિલા મુકતાબેન જયંતિભાઈ કરકર, જીલુબેન ઇભુભાઈ સૈયદ કાન્તાબેન કાળુભાઈ,શારબાઈબેન દાદનભાઈ અગવાન કસ્તુરબેન હરજીભાઈ કરકર ફરીદાબેન ફારૂકભાઈ ગોગદા સહિત અનેક અરજી પેન્ડીગ પડી છે અને અરજી કર્યા બાદ અરજદાર મહિલા ને મૌખિક રીતે પેન્શન નહી મળે તેવા ઉડાઉ જવાબ આપવા માં આવી રહ્યા છે અરજદાર વિધવા બહેનો એ કરેલી અરજી અંગે પત્ર દ્વારા વળતો જવાબ આપવા ના બદલે પોતાની મનમાની મુજબ જવાબ આપવા માં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.ઙ્ગ

રાજય સરકાર દ્વારા વિધવા બહેનોનું દુઃખ સમજી અને પેન્શન યોજના અમલી બનાવી અને વિધવા મહિલા ની સાર સંભાળ સશકિત માટે પેન્શન યોજના અમલ માં મૂકી હોઈ ત્યારે આવા સરકારી બાબુ ની આપખુદ નીતિનો વિરોધ કરી મહિલા દ્વારા રજુઆત કરવામાં આવી છે.

(1:13 pm IST)