Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

મહાનગરપાલિકાનો આ નવો ડમ્પીંગ પોઇંટ ખિજડીયા પાક્ષી અભ્યારણ્યને નુકશાન કરી રહ્યું છે

વિશ્વના નકશા પર જામનગરનું ખિજડીયા પક્ષી અભ્યારણ્ય વારંવાર ચમકી ચુકયું છે...૩પ૦ જેટલા દેશ વિદેશના પક્ષીઓના આવા ગમનથી ગુંજતું અને સૌ પ્રથમ બર્ડ કોન્ફરન્સનો તાજ પહેરેલું આ પક્ષી અભ્યારણ્ય જામનગર મહાનગરપાલિકાના કચરાનું ભોગ બની નાબુદ ન થઇ જાય તેવી હાલમાં ન આવી જાય તો સારૂ..ગુલાબનગર પાસેના ડમ્પીંગ પોઇંટ બાદ હવે ધુંવાવ પાસે નદીના વોંકળાઓના કાંઠે નવો ડમ્પીંગ પોઇંટ મહાનગર પાલીકાએ શરૂ કરેલ છે....આ ડમ્પીંગ પોઇંટમાં ઠલવાતો કચરો અને ગંદકી નદીના વહેણ પાસે જ હોવાના કારણે વરસાદી પાણી સાથે ખિજડીયા પક્ષી સાથઅભ્યારણ્યના પાર્ટ-૧ માં પહોંચે છે જે પક્ષીઓ અને પક્ષીઓના રહેઠાણ અને ખોરાક માટે હાનીકારક સાબીત થઇ શકે તેવી ભીતી પક્ષીપ્રેમીઓ અને વનવિભાગ સેવી રહ્યું છે. આ અગાઉ પણ વનવિભાગ દ્વારા આ નવા ડમ્પીંગ પોઇંટનો વિરોધ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે પરંતુ મહાનગરપાલિકોના ઉચ્ચ અધિકારીઓ અને વહીવટી તંત્ર ફરી આવી હરકત કરે છે.આ અંગે પર્યાવરણ અને સ્વચ્છતાની મીટીંગોમાં રજુઆતો કરવામાં આવેલ છે અને પરંતુ કોઇ ફરક પડતો નથી...ખાસ કરીને જયારે વાઇલ્ડ લાઇફ વોર્ડનું મૌન પણ સુચક રહ્યું છે...બે વર્ષથી સુજલામ સુફલામ યોજના હેઠળ નદી-નાળા-તળાવની સફાઇ કરવામાં આવતી રહી છ.ે ત્યારે જામનગરની મહાનગરપાલિકા દ્વારા આ નદી-વોંકળામાં ઠલવાતો કચરો સ્વચ્છ ભારતના મિશનને અર્પણ કરી શકાય...વરસો થયા શહેરના કચરાના નિકાલ માટે કરોડોની યોજના બનાવતી મહાનગરપાલિકા વરસો પછી પણ આ સમસ્યાના ઉકેલ માટે કાંઇ ઉકાળી શકે નથી... માત્રને માત્ર લોકોને ઉકાળાઓ પીવડાવાના નાટકો કરી રોગચાળાને નાથી શકાય નહી...ડમ્પીંગ આ સમસ્યાને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલીક નિરાકરણ કરવામાં આવે તેવી પક્ષી અને પર્યાવરણ પ્રેમીઓમાં માંગ ઉઠી છે.(તસ્વીરઃ વિશ્વાસ ઠકકર)

(1:10 pm IST)