Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

જામનગરનાં ચેલામાં ગરબી બંધ કરાવનારા શખ્સોને ઝડપી લેવા ગ્રામજનોની રજૂઆત

તસ્વીરમાં ચેલા ચંગા ગામના ગ્રામજનો નજરે પડે છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

જામનગર તા.૩: જામનગર જીલ્લાનાં ચેલા ચંગા ગામના ગરબી દરમિયાન દારૂના દુષણ સાથે પ્રવેશતા ત્રણ શખ્સો સામે પગલા ભરવા જામનગર ડીવાયએસપી કચેરીએ ગ્રામજનોએ રજૂઆત કરીને આ શખ્સો સામે પગલા ભરવા માંગણી કરી છે.

ચેલા ગામના ગ્રામજનોએ ફરિયાદમાં જણાવ્યુ છે કે ઇમ્તીયાઝ રસીદ પીંજારા, સાહીલ રસીદભાઇ પીંજારા, સોહીલ હમીદ પીંજારા (શંકર ટેકરી-જામનગર) તથા ૫ અજાણ્યા શખ્સોએ નવરાત્રીમાં ગાડી (નં.જી.જે.૧૦ બી.૭૦૪૬) લઇને તિક્ષ્ણ હથિયારો સાથે ગરબીમાં આતંક મચાવ્યો હતો અને ખૂનની ધમકી આપીને ગરબી બંધ કરાવી હતી.

આ શખ્સોએ ગામમા ભય ફેલાવતા આજે ચેલા ગામના સરપંચની આગેવાનીમા ગ્રામજનોએ ડીએસપીશ્રીને રજૂઆત કરીને તાત્કાલીક ઝડપી લેવા માંગણી કરી છે.

(1:07 pm IST)