Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ખંભાળીયામાં એક મહિના પહેલા ગળેફાંસો ખાઇ લેવાના પ્રકરણમાં ર ભાણેજ સહિત ૩ સામે ફરીયાદ

બન્ને ભાણેજે ભાગીદારીનો હિસાબ ન આપતા આર્થિક સંકડામણમાં આવી ગયા'તા

ખંભાળીયા, તા. ૩ : ખંભાળીયામાં એકાદ મહિના પહેલા સુરતના વરાછામાં સજાવટ પેલેસમાં રહેતા ચીમનલાલ બોઘાભાઇ ઉનડકટ (ઉ.વ.૭૦)ના લોહાણા પ્રૌઢે ખંભાળીયાના વિજય ચોકમાં આવેલા પોતાના જૂના રહેણાંક મકાનમાં ગત તા. ૪/૮ના રોજ આર્થિક ભીંસથી કંટાળી ગળેટૂંપો ખાઇ આપઘાત કરી લેતા મોત નિપજયું હતું.

આપઘાત પાછળના બનાવમાં ગત તા. રના રોજ ખંભાળીયા પોલીસ મથકમાં મૃતકના બંન્ને ભાણેજ તેમજ કોલકતાના શખ્સ વિરૂદ્ધ મૃતકના પત્ની મીનાબેને ખંભાળીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. આ અંગેની મળતી વિગત મુજબ મરણજનાર આજથી અંદાજે રપ વર્ષ પહેલા ખંભાળીયાથી સુરત ધંધા માટે ગયા હોય ત્યાં કમિશન એજન્ટની તરીકે પેઢી ચલાવતા હતાં.

જે બાદ ધંધોસારો હોવાથી તેમના ભાણેજ અશોક પ્રભુદાસ હિન્ડોચા રહે. વિનાયક ટ્રેડર્સ શોપ ટીજી ૩ રેગ્યુલેટેડ માર્કેટ દાર્જલીંગ મોરસલી ગુરી ગવેસ્ટ બેંગાલ તથા રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ વિદ્યાનગર જી. આણંદ તથા પ્રવિણ પ્રભુદાસ હિન્ડોચા રહે. સ્ટેશન રોડ પ્લોટ ક્રિષ્ના એપાર્ટમેન્ટ ધોરાજી બંન્ને ભાણેજોને ત્યાં લઇ ગયા બાદ પોતે કલકતામાં વધુ બિઝનેશ માટે જતાં રહ્યા હતા.

અને બન્ને ભાણેજોને સુરત ખાતેની પેઢી ભાગમાં સંભાળવા આપી હતી, પરંતુ બંન્ને ભાણેજો ભાગના પૈસા આપતા ન હોય અને કલકતા ગયા બાદ ધંધો પણ બરાબર ચાલતો ન હોવાથી તે પરત સુરત આવી ગયા હતાં. બંન્ને ભાણેજ ભાગીદારીનો હિસાબ આપતા ન હોવાથી સંકડામણમાં આવી જઇ ટીફીનનો ધંધો શરૂ કર્યો હતો.

જેની સાથે ફરીથી કમિશન એજન્ટનો ધંધો કોલકતામાં રહેતા વિશ્વનાથ કુંડુ સાથે શરૂ કર્યો હતો. થોડા સમયમાં વિશ્વનાથ કુંડુએ પણ ધંધામાં આઠ દશ લાખનો ધૂંબો મારી દેતા પ્રૌઢ વધુ આર્થિક સંકડામણમાં આવી ગયા હતાં. બંન્ને ભાણેજોએ તેમની સાથે આવું કરતા તેનું લાગી આવતા ખંભાળીયા આવી ગળેફાંસો ખાઇ લીધો હોવાનું પોલીસની વિગતોમાં સામે આવ્યું છે.

આ અંગે મૃતકે સ્યુસાઇડ નોટ પણ લખી હતી જે પોલીસ તપાસમાં મળી આવેલ છે. હાલ પોલીસે ઉપરોકત ત્રણેય શખ્સો વિરૂદ્ધ યુનો નોંધી આગળની તપાસ પીએસઆઇ અનિરૂદ્ધસિંહ ઝાલા ચલાવી રહ્યાં છે.

(1:05 pm IST)