Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ગોંડલ યાર્ડમાં પ્રથમ દિવસે ૪પ હજાર ગુણી લસણની આવક

 ગોંંડલ, તા.૩: ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા એ જણાવ્યું હતું કે કે તા. ૦૨ ના રોજ ગોડલ માર્કેટ યાર્ડ માં લસણની આવક શરૂ કરવામાં આવતાની સાથેજ લસણની આશરે ૪૫ હજાર ગુણી આવક નોંધાઇ છે. વરસાદને કારણે લસણના વાવેતરમાં વિલંબ થતા માલ ખેંચ ના કારણે લસણના ભાવમાં વધારો થયેલ છે.

હાલ લસણના ૨૦ કિલોના ભાવ ૨૦૦૦ થી ર૭૦૦ ચાલી રહેલ છે. વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજાએ જણાવેલ કે ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી વરસાદમાં ખેડૂતોના કિંમતી લસણને નુકશાન ન થાય તે માટે ઓકશન શેડ માં લસણ માટે પૂરતી જગ્યા ફાળવવામાં આવેલ છે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણના આવક સૌરાષ્ટ્ર ભર માંથી થાય છે. ખેડૂતોને પુરતા ભાવ મળે છે તેમજ લસણ ખરીદવા માટે વેપારીઓ જુદા-જુદા રાજયમાંથી મોટી સંખ્યામાં આવે છે. માર્કેટ યાર્ડ માં ખેડુતો તથા વેપારીઓ ને રહેવા જમવાની સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ છે.

(12:19 pm IST)