Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

શેત્રુંજી ડેમનુ પાણી, વિજળી, પાક વિમો બંધારા સહિતના પ્રશ્ને તળાજા પંથકના ખેડૂતોને જાગૃત થવા હાકલ

ભાવનગર તા.૦૩: ગુજરાત ખેડૂત એકતામંચના નેજા હેઠળઆજેભાવનગર જિલ્લાના  તળાજા ખાતે ખેડૂતોનું અનેકવિધ પ્ર'ોને લઈ સાગર રબારીના અધ્યક્ષ સ્થાને સંમેલન બોલાવવામાં આવેલ હતું. જેમાં સાગર રબારી સહિતના વકતાઓએ માહિતી પ્રદ વકતવ્ય આપેલ હતું.

અહીંના માર્કેટિંગ યાર્ડખાતે આજે મળેલ ખેડૂત સંમેલન માં રાજ્ય ખેડૂત એકતા મંચ ના અધ્યક્ષ સાગર રબારીએ બહુ ચર્ચિત અલ્ટ્રાટેક સિમેન્ટ ને આપેલ ખનનનો પરવાનો કાયમી રદ થાય, મેથળા ખાતે સરકાર માત્ર બંધારો બાંધવાનો વાતકરી રહી છે. નક્કર કામગીરી નથી જે લોકોને જોવામલે. તળાજા ના સરતાનપર બંદર ખાતે વર્ષોથી બંધારો બનાવવાની પડતર માગ સંતોષવા આવતી નથી.

શેત્રુંજી ડેમ નું પાણી ભાવનગર ના શહેરી જનોને પીવામાટે રિઝર્વ રાખવામાં આવેછે તેના બદલે બધુજ પાણી પિયત માટે ખેડૂતો ને આપવામાં આવે.

ખેડૂતો નું દેવું માફ થાય અને વર્તમાન સમયમાં લીલો દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે તેને લઈ પાક વીમો આપવો સહિતની બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ભરતસિંહ વાળા(તરેડી) એ પણ તેઝાબી ભાષામાં વકતવ્ય આપેલ.

હરજીભાઈ ધાંધલિયા એ આભારવિધિ કરી હતી.

તળાજા તાલુકા માં એકલાખ જેટલા ખેડૂતો  નોંધાયેલા છે.માર્કેટિંગ યાર્ડ દ્વારા લેવામાં આવતા સામુહિક વીમા કવચ માં નોંધાયેલ છે.પણ જ્યારે જ્યારે ખાસ ખેડૂત લક્ષી સંમેલન બોલાવવામાં આવે ત્યારે નોંધાયેલા ખેડૂતો માંથી માંડ એકટકા નિજ હાજરી હોય છે. આજે પણ એક સિનારિયો રહ્યો.જેને લઈ કહીશકાય કે ખેડૂતો પોતાના જ પ્રશ્નોને લઈ જાગૃતિ દાખવતા નથી.

(12:18 pm IST)