Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

સાવરકુંડલામાં યુવા મતદાન જાગૃતી કવીઝ

સાવરકુંડલા :  શ્રી એસ વી દોશી ગર્લ્સ હાઈસ્કૂલમાં મતદાન જાગૃતિ અને કેળવણી અભ્યાન SVP અંતર્ગત યુવા મતદાર મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું.કાર્યક્રમ ને ધ્યાનમાં રાખી પ્રિન્સીપાલ શ્રી વર્ષાબેન એન.ખખ્ખરે વોટર વેરીફીકેશન ની માહિતી આપી હતી મતદાર જાગૃતિ અંગેની કવિઝનું આયોજન કરેલ હતું.જેમાં વિદ્યાર્થીની બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં ભરત ભાઈ જી.બાવળીયા,રાઠોડ લાલજીભાઇ એચ.અને વિજયભાઇ આર.કનેરીયાએ જહેમત ઉઠાવેલ.કાર્યક્રમનું સંચાલન વર્ષાબેન એન.ખખ્ખરે કરેલ હતું.તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : દિપક પાંધી, સાવરકુંડલા)

(12:16 pm IST)