Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ગોંડલમાં સેન્ટ્રો કારમાંથી દારૂની ર૩૧ બોટલ સાથે તુષારસિંહ પકડાયો

ગોંડલઃ ગોંડલ સીટી પીઆઈ કે.એન. રામાનુજ તથા પો.કો. પરાક્રમસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ રાણા, રાજદીપસિંહ ચુડાસમાની બાતમી આધારે દરોડો પાડી કુલ રૂ. ૧.૬૫ હજારનો મુદામાલ જપ્ત કરાયો છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મીનાની સૂચનાથી ગોંડલ ડીવાયએસપી એચ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પીઆઈ કે.એન. રામાનુજ તથા પો.સ.ઈ. એસ.બી. ઝાલા તથા એચ.સી. રાજદીપસિંહ તથા નરેન્દ્રસિંહ તથા પો.કો. પરાક્રમસિંહ તથા મહેશભાઈનાઓએ એચસી નરેન્દ્રસિંહ તથા પો.કો. પરાક્રમસિંહનાઓની સંયુકત બાતમી આધારે ગોંડલ જેતપુર રોડ મારૂતિનગરમાં રહેતા તુષારસિંહ ઉર્ફે હાડો દાનસિંહ હાડા (ઉ.વ. ૨૬) ને સેન્ટ્રો કાર નંબર જીજે ૫ એ જી ૩૯૩માંથી જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૨૩૧ કિં. રૂ. ૫૯૮૬૮ તથા મોબાઈલ ૧ કિં. રૂ. ૫૦૦૦ તથા સેન્ટ્રો કાર કિં. રૂ. ૧,૦૦,૦૦૦ મળી કુલ મુદામાલ કિં. ૧,૬૪,૮૬૮ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(12:15 pm IST)