Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

જુનાગઢમાં પૂ. મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની સ્વચ્છતા અભિયાન થકી શાનદાર ઉજવણી

ધારાસભ્ય કલેકટર , મ્યુ. કોર્પોના અધિકારીઓ સહિતે પૂ. બાપૂને ભાવાંજલી અર્પણ કરી

જુનાગઢ મહાનગરપાલીકા અને રાજ્ય સરકાર દ્વારા પૂ.મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યા બાદ પૂ. મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવાંજલી અર્પયા બાદ સ્વચ્છતાના સોગંદ લીધા હતા. તે પ્રસંગની વિવિધ તસ્વીર(તસ્વીર- મુકેશ વાઘેલા)

જૂનાગઢ તા.૩: જૂનાગઢ શહેરમાં જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલીકા સંયુકત રીતે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધી ચોક ખાતે જૂનાગઢનાં અગ્રણીઓ, ગાંધીજીનાં જીવનને આત્મસાત કરનાર ગાંધી પ્રેમીઓ, સિનીયર સિટીઝન મંડળનાં વડીલો, અને સ્વચ્છતાનાં આગ્રહી અને જૂનાગઢને પ્લાસ્ટીક મુકત બનાવવા હામ ભીડનાર સ્વચ્છતાનાં હિમાયતીઓની ઉપસ્થિતીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરી સૈા મહાનુભાવો અને નગરજનોએ રાષ્ટ્રપિતાને સ્મરણાંજલી અર્પણ કરી હતી.

આ તકે બોલબાલા ટ્રસ્ટ અને સિનીયર સીટીઝન મંડળ દ્વારા ગાંધી જન્મદિનને ઉજવવા ગાંધી ટોપી ધારણ કરી સૈાને ખાદીનાં વસ્ત્રમાંથી નિર્મિત ખાદીની થેલીનું વિતરણ કરી શહેરમાં પ્લાસ્ટીકનાં કેરીબેગ(ઝબલા)ની મુકિત માટે પ્રારંભ કરાવ્યો હતો.

મેયર ધિરૂભાઇ ગોહેલે વડાપ્રધાનશ્રી દ્વારા મહાત્માની ૧૫૦મી જન્મજયંતીને સ્વચ્છતા અને દેશને પ્લાસ્ટીક પ્રદુષણ રહિત બનાવવાનાં અભિયાનને જૂનાગઢમાં અમલી કરી ગાંધીને સુતરની આંટી પહેરાવી શ્રધ્ધાસ્મરણાંજલી અર્પણ કરી હતી.

ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોષીએ મહાત્મા ગાંધીનાં વિચારોને આત્મસાત કરી નગરને સ્વચ્છ અને સુદ્યડ બનાવવા સૈાએ સહયોગી બનવા આગ્રહ કર્યો હતો. આ પ્રસંગે કલેકટરશ્રી ડો. સૈારભ પારદ્યીએ મહાત્મા ગાંધીજીનાં ઉચ્ચ આદર્શો આજે યુવાનો માટે પ્રેરણા સંદેશો પુરો પાડે છે. તેમ જણાવી નગરસ્વચ્છતામાં પોતાના હાથે જાહેર માર્ગપર વિખેરાયેલ કચરાને એકત્ર કરી જાતે હાથમાં સાવરણો લઇને સ્વચ્છતાનો સંદેશ વહેતો કર્યો હતો.અને જણાવ્યુ હતુ કે શહેરની સુંદરતા અને સ્વચ્છતા સોરઠી સંસ્કારીતાને શોભાવે છે જેથી સૈાએ નગર/ગામને સુંદર બનાવવા સહયોગી બનવુ જોઇએ. આ તકે જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૈાધરી, કમિશ્નર તુષાર સુમેરા, અધિક કલેકટર ડી.કે.બારીઆ,નાયબ મેયર હિમાંશુભાઇ પંડ્યા, શાશકપક્ષનાં નેતા નટુભાઇ પટોળીયા, ખડીસમિતી ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા, મહેન્દ્રભાઇ મશરૂ, પ્રદિપભાઇ ખિમાણી,આદ્યાશકિતબેન મજમુદાર, જયોતીબેન વાછાણી, એન.સી.સી.ના કેડેટ્સ, વિવિધ સેવાકીય સંસ્થાનાં હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

(12:15 pm IST)