Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

કચ્છના ખોજા સમાજના એનઆરઆઈ આગેવાન ઉપરના ચકચારી હુમલા પ્રકરણમાં ચાર આરોપીઓ ઝડપાયા- અન્ય બેની સંડોવણી ખુલ્લી

ભુજ, તા.૩: હાલે આફ્રિકા રહેતા અને મૂળ કચ્છના ભુજ તાલુકાના કેરા ગામના એનઆરઆઈ આગેવાન ફૈઝલ અબ્બાસ ખોજા ઉપર બે મહિના પૂર્વે કરાયેલા જીવલેણ હુમલા પ્રકરણમાં ભુજ બી ડિવિઝન પોલીસે ૪ આરોપીઓની ધરપકડ કરીને અન્ય શખ્સોની સંડોવણીનો પર્દાફાશ કર્યો છે. એનઆરઆઈ ફૈઝલ ખોજા જયારે કેરાથી ભુજ આવી રહ્યા હતા ત્યારે આરોપીઓએ તેમનો ભુજ પાસે પીછો કરીને લેવા પટેલ હોસ્પિટલની સામે જાહેર રોડ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. કેરામાં ખોજા સમાજના બે જૂથ વચ્ચે સમાજની મિલકતના વેચાણમાં થયેલા ગેરકાયદે વ્યવહાર અને ગોટાળાના કારણે ઝદ્યડો ચાલતો હતો. જે પ્રકરણ એનઆરઆઈ ફૈઝલ અબ્બાસ ખોજાએ ઉખેડતાં સામે વાળા જૂથે ધાકધમકી કરી હતી જે અંગે ફૈઝલભાઈએ પોતે ભારત આવે ત્યારે પોતાની જાનને ખતરો હોવાની ફરિયાદ સદગત વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સમક્ષ કરી હતી. આ દહેશત સાચી પડી હતી અને તેમના ઉપર હુમલો થયો હતો. ભુજ બી ડિવિઝન પોલીસે ચાર હુમલાખોરો હનીફ ઉર્ફે સી.એમ. મોખા (ભુજ), રાજા ઉર્ફે પપ્પુ મણિકકમ મુપનાર (મૂળ મદ્રાસી,હાલે ભુજ), પપ્પુસિંહ હીરાસિંહ રાજપૂત, અમિતસિંહ કચ્ચેસિંહ ઠાકુર (બંને મૂળ યુ.પી., હાલે ભુજ) ની ધરપકડ કરી છે. આ કિસ્સામાં ખોજા સમાજના કેરા ગામના રિયાઝઅલી ખોજાની મુખ્ય ભૂમિકા હોવાનું અને તેની સાથે મુન્નો ઉર્ફે મિલન એ બન્ને જણાની સંડોવણી ખુલ્લી છે. એનઆરઆઈ ભારતીય ઉપર થયેલા હુમલાના કેસની છાનબીન આઈજી ડી.બી. વાઘેલા અને પશ્ચિમ કચ્છ એસપી સૌરભ તોલંબિયાના માર્ગદર્શન હેઠળ ભુજ બી ડિવિઝન પીઆઇ એમ.એનઙ્ગચૌહાણ અને સ્ટાફે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:11 pm IST)