Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ધોરાજીના નગરસેવકોએ જાતે સફાઈ કરી દવાનો છંટકાવ કર્યોઃ ગાંધી જયંતિએ પ્રેરણાદાયી કાર્ય

જે વોર્ડમાં સફાઈ હાથ ધરાઈ તે વોર્ડના એકપણ સુધરાઇ સભ્ય હાજર ન રહ્યા...

ધોરાજી,તા.૩:ગાંધી જન્મજયંતી પ્રસંગે ઠેર ઠેર કાર્યક્રમો યોજાતા હોય છે. અને અમુક નેતાઓ માત્ર ફોટોસેશન પૂરતા જ હાજરી પુરાવતા હોય છે. જયારે ધોરાજીમાં કોંગ્રેસના વોર્ડ નંબર ૪ અને ૫ ના નગરસેવકો એ ઉપલેટા રોડ પર આવેલ વોર્ડ નંબર ૬ માં નળીયા કોલોની ખાતે જાતે જ સ્વચ્છતા અભિયાન હાથ ધરી કચરો સાફ કરીને સમગ્ર કોલોની માં ડી. ડી. ટી. નો છંટકાવ કર્યો હતો.

ધોરાજીના નગરસેવકો દિનેશ વોરા, પ્રફુલભાઇ વઘાસિયા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા, ધર્મેશભાઈ રાજયગુરુ, વિક્રમભાઈ વદ્યાસિયા, સહિત આગેવાનોએ નળીયા કોલોની ખાતે કચરો સાફસુફ કરી સમગ્ર કોલોનીમાં ડી. ડી. ટી. નો છંટકાવ કર્યો હતો.

અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત છે કે ધોરાજીના અન્ય વોર્ડના નગરસેવકો અને કોંગ્રેસી અગ્રણીઓ દ્વારા વોર્ડ નંબર ૬ માં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં એ જ વોર્ડના ચૂંટાયેલા સુધરાઈ સભ્યો હાજર ન રહેતા આશ્યર્ય સર્જાયું હતું. પોતાના વોર્ડમાં સ્વચ્છતા નો કાર્યક્રમ હોય અને એ જ વોર્ડના ચાર માંથી એક પણ સભ્ય હાજર ન રહેતા સુધરાઈ સભ્યોની ઉદાસીનતા ઉજાગર થવા પામી હતી.

(12:08 pm IST)