Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

રાવલમાં પ્રીમોન્સુન કામગીરી અને દબાણોના કારણે પુર પ્રકોપમાં અતિભારે નુકશાનીઃ તંત્રના છબછબીયા

 જામનગર,તા.૩: દ્વારકાના પ્રમુખ શહેર રાવલમાં તંત્રની નિષ્ક્રિયતાના પાપે બે દિવસ પૂર્વે આવેલ ભયાનક પુર પ્રકોપથી કરોડો રૂપીયાનુ નુકશાન થતા નાના એવા નગરમાં ભારે દેકારો બોલી ગયો છે અને સોશ્યલ મીડીયાના માધ્યમથી લોકો પોતાની વેદના ઠાલવી રહયા છે.

હાલાર પંથકમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ વરસીજતા વર્તુ ડેમના સતર દરવાજા દસ ફુટ અને સાની ડેમના પાંચ દરવાજા સાત ફુટ ખોલાયા હતા સોરઠી ડેમ પણ પાંચ ફુટથી ઓવરફલો થયેલ હતો જેથી રાવલ અને આસપાસના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળયા હતા તેવામાં તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી પડી હતી

સાથોસાથ આડેધળ દબાણોના કારણે આ વર્ષે નગરમાં પાણી વધુ આવતા એક માળ ડુબી જાય તેટલા પાણી ભરાતા લોકોની ધરવખરી પણ પલળી ગઈ હતી વેપારીઓની વખારો અને દુકાનોમાં પાણી ઘુસી જતા ખૂબજ ભયંકર સ્થિતિ સર્જાયેલી હતી અમુક વિસ્તારમાં એન.ડી.આર.એફ અને જાગૃત લોકોની સંકલિત કામગીરીને કારણે મોટી જાન હાનીઓ ટળી ગઈ હતી

આ બાબતે નગરમાં તરેહ તરેહની ચર્ચા સાથે અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપર ફીટકાર વરસી રહી છે. અત્રેઉલ્લેખનીય છેકે એક સપ્તાહથી એ વિસ્તારના પદાધીકારીઓ તંત્રનુ ધ્યાન દોરવા છતા પણ રાવલ નગરને જોડતા ભાસવાડી પુલ માં ગાંડી વેલનો ઉપદ્રવ વધેલ હોય જેના ફસાય જવાથી અને બાજુ માંજ દબાણોના અડીંગાથી એ વિસ્તારમાં અતી ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો

ધોડા દોડી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો દ્યાટ ધડી અને બીજા દિવસે આ વેલ અને ફસાયેલ વસ્તુઓ તંત્ર એ કઠાવી હતી તંત્ર સામે ન કહી શકાય તેવી વાતો નગરમાં ચર્ચાવા લાગી છે.

(12:05 pm IST)