Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ધોરાજીમાં ૬૦ વર્ષ જૂની ભાઇબંધીમાં કોમી એકતાના દ્રશ્યો સર્જાયા !!

બાળપણના મિત્રો ઘડપણમાં પણ એકબીજાની સેવા કરે છે : ભીખુભાઇ મિસ્ત્રી અને રજાકબાપુ સૈયદની ભાઇબંધી આજેપણ અકબંધ છે

ધોરાજી તા.૩ :  ધોરાજી એટલે હિન્દુ મુસ્લિમ સમાજનું એકતાનું પ્રતીક ગણાતું ધોરાજી શહેર છે સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં અનેક સ્થાનો ઉપર કોમી રમખાણો થયા છે ત્યારે ધોરાજીમાં હંમેશા શાંતિ જોવા મળે છે હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોમાં પણ કોમી એકતાના દર્શન થઈ રહ્યા હોય છે આવા સમયે ધોરાજીમાં પણ ૬૦ વર્ષ જૂની હિન્દુ મુસ્લિમ સમાજના બે ભાઈબંધોની અનેરી સેવા જોવા મળે છે.

ધોરાજીના લુહાર સમાજ ના અગ્રણી અને  ભીખુભાઈ છગન ભાઈ મિસ્ત્રી  વરસાદના પાણીમાં રાજકોટ થી ધોરાજી આવતા લપસી જવાને કારણે પડી જતા પગમાં હાથમાં ફેકચર આવી ગયું છે જેવો હાલ પથારીવશ છે આવા સમયે બચપણનો મિત્ર ગણાતો રજાકબાપુ સૈયદ ને જાણ થતા જ તેઓ મદદ માં આવી ગયા હતા અને મિત્રો ની સાર સંભાળ માટે કાયમ માટે ભીખુભાઈ મિસ્ત્રી ને મળવા આવે છે અને સેવા કરે છે.

આ સમયે રજાક બાપુ સૈયદ એ જણાવેલ કે મારે ભીખુભાઈ મિસ્ત્રી સાથે ૬૦ વર્ષ જૂનો નાતો છે જો બચપન મારી પાસે પતંગ લેવા આવતા હતા ત્યારથી અમારી ભાઈબંધી બંધાણી હતી ત્યારબાદ મને સરકારી હોસ્પિટલમાંઙ્ગ ફાર્માસિસ્ટ તરીકે મને નોકરી મળી ત્યારબાદ પણ સતત અમારી ભાઈબંધી અવિરત રહી હતી જયારે જયારે એકબીજાને જરૂર પડે ત્યારે ત્યારે બંને મિત્રો સાથે ઉભા હોય ભીખુભાઈ પણ મારા જીવનની અંદર અનેક પ્રસંગોમાં હાજરી આપી છે મારી દીકરીના લગ્નમાં પણ ખંભા મિલાવીને સાથે રહ્યા છે અને મને જયારે દુઃખ પડતું હતું ત્યારે ભીખુભાઈ હંમેશા મારી સાથે રહ્યા છે અત્યારે હું એમને કેમ ભૂલી શકું

લુહાર સમાજ ના અગ્રણી  ભીખુભાઈ મિસ્ત્રી એ પણ ૬૦ વર્ષની ભાઈબંધી બાબતે જણાવતા જણાવેલ કે રજાક બાપુ સૈયદ જયારે પતંગ વેચતા હતા ત્યારે હું એમની પાસે પતંગ લેવા જતો હતો અને અમારી મિત્રતા થઈ ત્યારબાદ તમને ગવર્મેન્ટ માં નોકરી મળી અને ફાર્માસિસ્ટ તરીકે તેઓ ફરજ બજાવતા હતા પ્રથમ તેઓને વડોદરા બાદ ધીમે ધીમે ધોરાજી સરકારી હોસ્પિટલમાં બદલી થઈ હતી અને તેઓ સતત તમારી સાથે પારિવારિક સંબંધોમાં સાથે રહેલા હતા તેમની સાદી માં પણ હું ગયો હતો અને મારા લગ્નમાં પણ તેઓ સાથે આવ્યા હતા.

ભીખુભાઈ અને રજાક બાપુ ની ભાઈબંધી જોતા સમગ્ર ગુજરાતના હિન્દુ મુસ્લિમ સમાજને આ ધોરાજીના બંને સીનીયર સીટીઝન કોમી એકતાના દર્શન કરાવે છે ત્યારે ધોરાજી વિવેકાનંદ પરિવારના રાજુભાઈ એરડા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર કિરીટસિંહ એરડા,ભાનુભાઈ ઠાકર, પ્રવીણભાઈ મોડાસીયા જે.જે વિરાણી  ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઇ વોરા સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી ભાજપના ઉપપ્રમુખઙ્ગ ધીરૂભાઈ કોયાણીઙ્ગ આ મુકેશભાઈ શિંગાળા ભજનીક જેઠીરામ બાપુ મેસવાણીયા આદર્શ શિક્ષક ભટ્ટ ભાઇ, પ્રતાપભાઈ ભાભી જમનાવડ ના પ્રવિણભાઇ રાઠોડ વિગેરે કોમી એકતાના દર્શન કરાવતા બન્ને સિનિયર સિટીઝનને અભિનંદન પાઠવ્યા હતા.

(12:05 pm IST)