Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

જામનગરનાં નાઘેડીમાંથી બોગસ ડોકટર ઝડપાયોઃ દવાનો જથ્થો જપ્ત

જામનગર, તા.૩:  પંચ બી ડિવઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. હિતેષભાઈ ખોડુભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે,તા.૨-૧૦-૧૯ ના નાદ્યેડી ગામ, ગરબી ચોક, પાણીના ટાકા પાસે દેવાભાઈ આંબલીયાની દુકાનમાં આ કામના આરોપી સામતભાઈ દેવાણદભાઈ ભોચીયા, રે. નાદ્યેડ ગામવાળા મેડીકલ ડોકટરને લગત કોઈ ડીગ્રી ધરાવતા ન હોય તેમ છતા પોતાના કબ્જામા સોની કંપનીનું સ્ટથોસ્કોપ, દીસા કંપનીનુ બી.પી. માપવાનું મશીન, ડી.એન.એસ. ગ્લુકોઝના ૨૫૦ એમ.એલ ના પ્રવાહી ભરેલ બાટલા તથા જૂદી જૂદી કંપનીની દવાઓ તથા ઈન્જેકશન તથા સીરીજ મળી કુલ મુદામાલ રૂયિયા ૩૮૦૦/- ની સાથે ઝડપાઈ ગયેલ છે.

અપશબ્દો બોલવાની  ના પાડતા માર માર્યો

જામનગરઃ સીટી એ પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રસિહ અમરસંગ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩-૯-૧૯ ના ખોડીયાર કોલોની પાછળની નીલકમલ સોસાયટી શેરી ન.ન માં આ કામના ફરીયાદી મહેન્દ્રસિહ આરોપી પ્રદિપસિંહ ગીરૂભા જાડેજા, રે. જામનગરવાળાની પાનની દુકાને મસાલો ખાવા ગયેલ હોય અને ત્યાં આ કામના આરોપી પ્રદીપસિંહ બધાને ભુંડાબોલી ગાળો આપતા હોય જેથી ફરીયાદી મહેન્દ્રસિહએ કહેલ કે તમારે જેની સાથે માથાકૂટ હોય તેને ગાળો આપો અમ બધાને ગાળો ન આપો તેવું કહેતા આ કામના આરોપી પ્રદીપસિંહ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી મહેન્દ્રસિંહ ને જેમફાવે તેમ ગાળ શ બોલવા લાગેલ અને પોતાની દુકાનની અંદર થી એક લોખંડનો પાઈપ લાવી ફરીયાદી મહેન્દ્રસિહનેશરીરે જેમફાવે તેમ લોખંડના પાઈપ વડે માર મારવા લાગેલ અને ફરીયાદી મહેન્દ્રસિહને મુઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એમ.સાહેબના હથીયાર બંધીનો ભગ કરી ગુનો કરેલ છે.

ખભાળીયાના નાકા પાસે દુકાનમાંથી દારૂ જપ્ત

જામનગર ૅં સીટી શ્નહ્ય્લૃ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. જીતેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,તા.૨-૧૦-૧૯ ના જામનગર -ખભાળીયા નાકા બહાર શેઠ ભગવાનદાસ રોડ, દિપક કેમીસ્ટરની બાજૂમાં, શીવ મોબાઈલ દુકાનમાં આ કામના આરોપી કમલેશ શાતીલાલ હરવરા, રે. જામનગરવાળા ગેર કાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂ શીલબંધ બોટલ નગ-૧, કિંમત રૂમ.૫૦૦/- ના મુદામાલા સાથે ઝડપાઈ ગયેલ છે.

પુત્રીના ઘરે જતા ઝઘડો થતા છરી વડે હુમલો

જામનગર : કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં લીલાબેન રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૨-૧૦-૧૯ના બાવા ખાનરીયા ગામે આ કામના ફરીયાદી લીલાબેન તથા સાહેદો તેમના પુત્રીના દ્યરે જતા આ કામના આરોપી દિપકભાઈ મનસૃખભાઈ સોલંકી, મનસૃખભાઈ સોલંકી, રસીલાબેન મનસૂખભાઈ સોલંકી, મુકેશભાઈ સોલકી, નીમુબેન મુકેશભાઈ સોલંકી, રે. બાવા ખાખરીયા ગામવાળા ફરીયાદી તથા સાહેદને આ કામના આરોપી દિપકભાઈ, મનસૂખભાઈ તથા રસીલાબેનને ફરીયાદી લીલાબેન સાથે ઝદ્યડો થતા તેના પાડોશી માં રહેતા આ કામના આરોપી મુકેશભાઈ અને નીમુબેન એ પાછળથી આવી આ કામના આરોપી દિપકભાઈ તથા મનસૃખભાઈ, રસીલાબેન સાથે મળી ફરીયાદી લીલાબેનને ભુડી ગાળ ડે બોલી ઢીકા પાટૂનો માર મારી આરોપી દિપકે ફરીયાદીના લીલાબેનના ડાબા હાથમાં કાડા પર છરી વડે છરકો કરી ઈજા પહોંચાડી એકબીજાની મદદગારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એમ.સાહેબના હથીયાર બંધીનો ભંગ કરી ગુનો કરેલ છે.

(12:03 pm IST)