Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ગોમટામાં ભંગારના ધંધાર્થી શૈલેષ કોળી પર દેવીપૂજક શખ્સોનો હુમલો

ઉછીના આપેલા પૈસા પાછા માંગતા પાઇપના ઘા, પથ્થરમારો

રાજકોટ તા. ૩: ગોંડલના ગોમટામાં રહેતાં અને ભંગારનો ધંધો કરતાં શૈલેષભાઇ  જીણાભાઇ મેટારીયા (ઉ.૪૦) નામના ભંગારના ધંધાર્થી કોળી યુવાનને સાંજે ઘર પાસે હતો ત્યારે ભનુ દેવીપૂજક, ભીખુ દેવીપૂજક, અર્જુન, હકુબેન અને કુંવરબેને મળી પાઇપથી માર મારી પથ્થરમારો કરી ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. શૈલેષના કહેવા મુજબ તે ભંગારનો ધંધો કરતો હોઇ અગાઉ દેવીપૂજક શખ્સોને ઉછીના પૈસા આપ્યા હોઇ તેની ઉઘરાણી કરતાં આ બધાએ ભેગા મળી ડખ્ખો કરી હુમલો કર્યો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:01 pm IST)