Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

અલંગશીપ બ્રેકીંગ એશો.દ્વારા ભાવનગર કસ્ટમ હાઉસમાં રજૂઆત

ભાવનગર તા.૩ : એશિયાના નંબર વન ગણાતા અલંગ શીપ બ્રેકીંગ એશો. દ્વારા કસ્ટમ કલીયરન્સ, એનઓસી સહિતના પ્રશ્નો અંગે ભાવનગર કસ્ટમ હાઉસ ખાતે ડે.કમિશ્નર ત્રિપાઠીને રજૂઆત કરી હતી અને શીપ બ્રેકરોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગણી કરી હતી.

અલંગ ખાતે શીપ બ્રેકીંગ યાર્ડમાં ભાંગવા માટે આવતા જહાજોમાં વિવિધ વિભાગોની એનઓસી મળી હોવા છતા કસ્ટમ દ્વારા એનઓસીનો આગ્રહ રખાતો હોય છે. જેના કારણે જહાજ બીચીંગ તેમજ કટીંગ સહિતના વિલંબ થતા શીપ બ્રેકરોને પારાવાર મુશ્કેલીઓ સાથે ભારે નુકશાની ભોગવવી પડતી હોય અલંગ શીપ બ્રેકીંગ એશો. ભાવનગર દ્વારા કસ્ટમ હાઉસ ખાતે કસ્ટમને લગતા પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.

આ પ્રસંગે શીપ બ્રેકીંગ એશો.ના પ્રમુખ વિષ્નુભાઇ ગુપ્તા, જીવરાજભાઇ પટેલ, કોમલકાંત શર્મા, વિસ્મય ચૌધરી, નિતીનભાઇ કાણકીયા, વી.બી.તાયલ, હરેશભાઇ પરમાર, અમીનભાઇ દાઠાવાળા સહિત સભ્યો શીપ બ્રેકરો જોડાયા હતા અને કસ્ટમના ડે.કમિ. ત્રિપાઠી સમક્ષ શિપ બ્રેકરોના કસ્ટમને લગતા અને મુંજવતા પ્રશ્નોની રજૂઆત કરી હતી.

(12:02 pm IST)