Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

મોટી પાનેલી ખાતે ૧૫૦મી ગાંધીજયંતી નિમિત્ત સ્વચ્છતા દિન ફીટ ઇન્ડિયા કાર્યક્રમ સંપન્ન

મોટી પાનેલી,તા.૩: મહાત્મા ગાંધીજીના સ્વપ્નનું ભારત એટલે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત એ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અભિયાન હેઠળ ૨ ઓકટોબર મહાત્મા ગાંધીજીની ૧૫૦જ્રાક જન્મ જયંતી નિમિત્ત્।ે સ્વચ્છતા દિન, ફિટ ઇન્ડિયા કાર્યક્રમ ભાગરૂપે મોટી પાનેલી ની કુમાર તથા કન્યા તાલુકા શાળાના વિદ્યાર્થીઓની દ્વારા પાનેલીના મુખ્ય માર્ગો ઉપર એક વિશાળ રેલી નીકળી હતી જાહેરમાં પ્લાસ્ટિકને એકઠુ કરેલ હતો તેમજ પ્રજાઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની સમજૂતી આપેલ સાથે વેપારી ભાઇઓને પણ પ્લાસ્ટિકની થેલી બંધ કરીને કાપડની થેલી નો ઉપયોગ કરવાની સમજુતી આપેલ અને કાપડની થેલી પણ વિતરણ કરવામાં આવેલ હતી.

આ પ્રસંગે જિલ્લા લાઇઝન અધિકારી આરોગ્ય વિભાગના ડો. ભંડેરી તાલુકા લાયઝન અધિકારી ડી.એમ. આગઠ ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી બી એમ વ્યાસ તથા ગ્રામ પંચાયતના સરપંચ હંસાબેન કણસાગરા ઉપ સરપંચ શ્રી બધાભાઇ ભારાઈ પૂર્વ સરપંચ મનુભાઈ ભાલોડીયા ગ્રામ પંચાયત ઓફિસ સ્ટાફ તથા સભ્યશ્રીઓ કુમાર તથા કન્યા તાલુકા શાળા ના આચાર્યો તથા સ્ટાફ ગણ તેમજ મોટી પાનેલીના ગ્રામજનો આંગણવાડી સ્ટાફ આરોગ્ય સ્ટાફ હાજર રહેલ હતો.

આ કાર્યક્રમના સફળ સંચાલન આચાર્યશ્રી માલદેભાઈ એ જહેમત ઉઠાવી હતી

(11:59 am IST)