Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

માણાવદરના સરદારગઢમાં કુવામાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત

માણાવદર તા. ૩ :.. સરદારગઢ ગામે આજે પ વાગ્યા આસપાસ પોતાની વાડીએ પ૦ થી ૬૦ ફુટ પાણીથી ભરેલા કુવામાં ખેત મજૂર ત્થા વાડીના પુત્ર ન્હાવા પડેલા તેમાં કોઇ કારણસર કુવામાંથી ન્હાવા દરમ્યાન નહી નીકળતાં તેની કુવામાંથી શોધખોળ કરી હતી. જેમાં જૂનાગઢ ફાયર બ્રિગેડની ટીમને પોલીસે બોલાવી હતી.

તેઓના પ્રયાસથી કુવામાંથી ડૂબી ગયેલા હિરેશ વલ્લભભાઇ ચપલા ઉ.ર૧ ની ડેડ બોડી માણાવદર લાવવામં આવેલ છે હજી પીએમ બાકી હોય વધુ વિગતો પછી ખબર પડશે.

હાલ પીએસઆઇ શ્રી બોદરની જાણકારી  મુજબ તેઓ ન્હાવા હતાં તયારે તેના કાકા પણ ત્યાં હાજર હતાં તેથી હાલ ડૂબી જવાથી મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ છે. આ ઘટના વખતે મામલતદારશ્રી આઘેરા, પીએસઆઇ શ્રી બોદર ત્થા પોલીસ સ્ટાફ જૂનાગઢ ફાયર બ્રીગેડ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(11:58 am IST)