Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

રામોદના પરેશભાઇ પીઠવાનું શાપરમાં લુહારી કામ કામ કરતી વખતે પડી જવાથી મોત

રાજકોટ તા. ૩: કોટડા સાંગાણીના રામોદ ગામના લુહાર પ્રોૈઢનું શાપર વેરાવળમાં ફેબ્રીકેશનનું કામ કરતી વખતે પડી જતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

રામોદ રહેતાં પરેશભાઇ દેવકરણભાઇ પીઠવા (ઉ.૪૭) ગત સાંજે છએક વાગ્યે શાપર વેરાવળમાં નિવ ટેકનોકાસ્ટ પાસે શાઇનીંગ ગેઇટ નજીક લુહારી કામ કરતાં હતાં ત્યારે ઉંચાઇ પરથી પટકાતાં ઇજા થતાં પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.

(11:56 am IST)