Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા કચ્છના ૨ દિવસના પ્રવાસેઃ કંડલામાં પવન ઉર્જા રેલ્વે નેટવર્ક-ટ્રક ટર્મિનલનું ઉદ્ઘાટન

સાંજે ભુજના માધાપરમાં ફીઝીકલ ફિટનેસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

ભુજ,તા.૩: કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયા આજથી ત્રણ દિવસના કચ્છના પ્રવાસે છે. તેઓ આજે સાંજે ભુજના માધાપર ગામે ફિઝિકલ ફિટનેસ અંગેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ આવતી કાલ ગુરુવારે અને પરમદિવસે શુક્રવારે કંડલા બંદર સાથે સંલગ્ન દિન દયાળ પોર્ટ ડીપીટી હસ્તકના વિવિધ વિકાસ કાર્યોનું લોકર્પણ કરશે.

કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયા પોતાના બે દિવસના કંડલા પોર્ટના પ્રવાસ દરમ્યાન ૨૦૦ કરોડના ખર્ચે હાથ ધરાયેલા વિકાસ કાર્યો ગ્રીન એનર્જી અંતર્ગત પવન ઉર્જા (વિન્ડ ફાર્મ), કંડલા પોર્ટની અંદર જેટી સુધી ઉભા કરાયેલા રેલવે નેટવર્ક તેમ જ ટ્રક ટર્મિનલનું ઉદ્દદ્યાટન કરશે. આ ઉપરાંત કંડલા બંદરે આયાત નિકાસ સાથે સંકળાયેલા વ્યાપારીઓનું સન્માન, શહીદ સૈનિકોના પરિવારના સંતાનોને અભ્યાસ માટે લેપટોપ અર્પણ કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ કંડલા પોર્ટ અને આસપાસના દરિયાઈ વિસ્તારમાં વહાણોની અવરજવર ઉપર નજર રાખતી સિસ્ટમ વીટીએમએસ નું નિરીક્ષણ કરશે. કંડલા પોર્ટના ચેરમેન શ્રી મેહતા અને બિઝનેસ ડેવલોપમેન્ટ સેલના ઓમપ્રકાશ દાદલાણી સહિત અન્ય અધિકારીઓ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે.

(11:54 am IST)