Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

શાપર-વેરાવળના એટ્રોસીટીના ગુન્હામાં વોન્ટેડ આરોપી પકડાયો

પારડીના સમીર ગોસ્વામીને રેન્જના સ્કેવોર્ડ ઝડપી લીધો

રાજકોટ, તા. ૩ : શાપર-વેરાવળના એટ્રોસીટી એકટના ગુનામાં છેલ્લા સાત (૭) માસથી નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપસિંહ આપેલ સુચના અન્વયે સ્પેશીયલ સ્કવોડના પો.સઇ. જે.એસ.ડેલા, પો. કોન્સ. રૂપક બહાદુર બહોરા, અનીરૂધ્ધસિંહ જાડેજા તથા હેડ કોન્સ. કરશનભાઇ કલોતરાએ શાપર(વેર) પો. સ્ટે. ફ.ગુ.નં. ૪૭/૧૯ ઇપકો-કલમ ૩૧પ વિ. તથા એટ્રોસીટી એકટ મુજબના ગુનામાં ગુન્હો બનયા બાદથી એટલે કે છેલ્લા સાત(૭) માસથી નાસતા-ફરતા આરોપી સમીર ઉર્ફે વિજય શંકરભાઇ ગૌસ્વામી રહે. પારડી તા. લોધીકા જી. રાજકોટ વાળાને શીતાળા માતાજીના મંદિર પાસેથી પકડીપાડી શાપર (વે.) પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.

(11:33 am IST)