Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

જામસખપુરમાં પાંચ લાખનો દારૂ કબ્જે

જામનગર તા. ૩ :.. જામસખપુર ગામે આવેલ નદીના સામે કાંઠે મોરો નામની ધારમાં રાજુભાઇ નારણભાઇ મોરી બહારથી વિદેશી દારૂનો મોટો જથ્થો વેચાણ અર્થે મંગાવેલ છે જે જથ્થો હાલમાં ઉપરોકત જગ્યાએ પડેલ હોય હકિકત આધારે રેઇડ કરતા અંગ્રેજી દારૂ જેમાં બેસ્ટો વ્હીસ્કીની પ્લા.ની બોટલ નંગ-૩૬૭ ના કુલ રૂપિયા ૧૮૩પ૦૦ તથ પાર્ટી સ્પેશ્યલ ડીલક્ષ વ્હીસ્કી બોટલ નંગ-૩૬૬ ના કુલ રૂપિયા ૧૮૩૦૦૦ તથા ક્રેઝી રોમીયો વ્હીસ્કીના ચપટા ૧૮૦ એમ. એલ.ના ચપટા નંગ-૧૧૯ર ના કુલ રૂપિયા ૧૧૯ર૦૦ મળી કુલ રૂ. ૪૮પ૭૦૦ નો મુદામાલ મળી આવેલ હોય જે મજકુર આરોપી વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી થવા એ.એસ.આઇ. વી. ડી. રાવલીયાએ ફરીયાદ રીપોર્ટ આપેલ છે.

આ કાર્યવાહી જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. જે. કે. મોરી તથા પ્રો. પો. સબ. ઇન્સ. કે. વી. ઝાલા એ. એસ. આઇ. વી. ડી. રાવલીયા તથા પો. હેડ કોન્સ. ગીરીરાજસિંહ જેઠવા તથા પોલીસ હેડ કોન્સ. અર્જુનસિંહ રામદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. દીલીપભાઇ ખીમાભાઇ બેરા તથા દિવ્યરજસિંહ નવલસિંહ જાડેજા તથા ખીમશીભાઇ ડાંગર તથા પ્રણવભઇ ખીમાભાઇ વસરા તથા જયપાલસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા તથા ધર્મેશભાઇ બટુકભાઇ મોરી તથા જીતેન્દ્રભાઇ ગીરધરભાઇ માણાવદરીયા તેમજ ડ્રા. પો. કો. માલદેભાઇ લાખાભાઇ  બડીયાવદરા વિગેરેનાઓએ કરેલ  છે.

(11:29 am IST)