Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

પૂ.મોરારીબાપુ - વિજયભાઇ રાજુલામાં : હોસ્પિટલનુ ખાતમુહુર્ત

આગામી ર વર્ષમાં હોસ્પિટલ કાર્યરત થઇ જશેઃ ધારાસભ્ય અંબરીશ ડેર તથા દાતાઓ દ્વારા નિઃશુલ્ક હોસ્પિટલની સુવિધા

રાજુલા તા. ૩ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, પૂ.મોરારીબાપુ સહિતના મહેમાનો આજે રાજુલાના મહેમાન બન્યા છે. રાજુલા ખાતે ધારાસભ્ય અંબરીશભાઇ ડેર અને દાતાઓના સહયોગથી આગામી ર વર્ષમાં નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ થશે.

ભેરાઇડ રોડ ઉપર ભવ્ય નિઃશુલ્ક હોસ્પિટલ બનતા આ વિસ્તારના લોકોને તમામ પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ બનશે. દાતાઓના સહયોગથી બનનાર આ હોસ્પિટલનું બે વર્ષમાં કામ પૂર્ણ થશે. રાજુલામાં ભેરાઇ રોડ પર ભવ્ય નિઃશુલ્ક હોસ્પિટલ બની રહી છે.

જેમાં રાજુલા ગૌશાળા મુંબઇના અનિલભાઇ શેઠ, પ્રવિણભાઇ લહેરી બિપીનભાઇ લહેરી, માયાભાઇ આહીર, હરેશભાઇ  મહેતા, અજયભાઇ મહેતા સહિત રાજુલાના વતનીઓ મુંબઇ સ્થિત ઉદ્યોગપતિઓ વણિકો આ હોસ્પિટલમાં સૌથી મોટું યોગદાન આપી રહ્યા છે. તેમજ રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા મહાત્મા ગાંધી નિઃશુલ્ક હોસ્પિટલ ટ્રસ્ટ બનાવી આ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ સારવારો ઉપલબ્ધ હશે.

આ હોસ્પિટલ ભેરાઇ રોડ પર બનશે જે જગ્યા ધારાસભ્ય દ્વારા લેવામાં આવી છે. આ નિઃશુલ્ક હોસ્પિટલના ખાતમુહુર્ત પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મોરારીબાપુ સહિત સંતો તેમજ પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકી અને બહોળી સંખ્યામાં આગેવાનો વેપારીઓ ઉપસ્થિત રહેનાર છે.

(12:04 pm IST)