Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

મુન્દ્રાના ટપ્પર ગામે અવાવરુ કૂવામાંથી મહિલાની લાશ બાદ કંકાલ ભરેલો કોથળો મળતા ભેદભરમ

ભૂજ, તા. ૩ :. મુન્દ્રા તાલુકાના ટપ્પર અને વાંકી ગામ વચ્ચે અવાવરૂ કૂવામાંથી મહિલાની લાશ મળી આવ્યા બાદ તેની ઓળખ હજી થઈ શકી નથી. તેની વચ્ચે કંકાલ ભરેલો કોથળો મળી આવતા ભેદભરમ સર્જાયો છે. લોકોને કુવામાંથી દુર્ગંધ આવ્યા બાદ આ અંગે પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે પહેલા મહિલાની લાશ પીએમ માટે મોકલી છે. હવે આ કંકાલની તપાસ માટે પણ કાર્યવાહી હાથ ધરી છે. મુન્દ્રા પીઆઈ ડી.એમ. ઝાલા ઘટનાની તપાસ કરી રહ્યા છે.(૨-૫)

 

(11:24 am IST)