Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

મોરબી-વાંકાનેર ટ્રક-ટ્રાન્સપોર્ટ એસો દ્વારા ઓવરલોડ ટાઇલ્સ ભરેલી બે ટ્રકો ઝડપાઈ

જીએસટી વિભાગના અધિકારીઓને આ અંગેની જાણ કરવામાં આવી

 

મોરબી અને વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા મોરબી પંથકના ટ્રાન્સપોર્ટરોના વાહનોની અંદર અવરલોડ માલની હેરાફેરી નહીં કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ છતાં બહારના રાજયોમાંથી આવતી ગાડીઓમાં ઓવરલોડ માલ ભરીને તેનું પરિવહન કરવામાં આવતું હોય છે

 મોરબી તેમજ વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા વાંકાનેરની અંદર વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેર પાસેથી તેમજ ચોટીલા હાઈવે ઉપરથી એમ કુલ મળીને બે ટ્રકો ઓવરલોડ ટાઇલ્સ ભરેલા પકડવામાં આવી હતી અને વાહનોમાં બોગસ બીલના આધારે ટાઈલ્સ મોકલાવવામાં આવી રહી હતી જેથી કરીને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા જીએસટી વિભાગના અધિકારીઓને અંગેની જાણ કરવામાં આવી હતી

(11:08 pm IST)